આયોજન:ઝાબ વસાહતમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો લોકમેળો

સંખેડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટોળીના યુવકો વિવિધ પરંપરાગત પોશાકો પહેરીને ઝાબ વસાહતમાં આવે છે. - Divya Bhaskar
ટોળીના યુવકો વિવિધ પરંપરાગત પોશાકો પહેરીને ઝાબ વસાહતમાં આવે છે.
  • ઝાબ સહિત વિવિધ વસાહતની ટોળીઓએ મનભરીને ધુળેટીની મજા માણી

સંખેડા તાલુકાની ઝાબ વસાહતમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો લોકમેળો યોજાયો હતો. ઝાબ સહિત નર્મદાની વિવિધ વસાહતની ટોળીઓએ મનભરીને ધુળેટીનો મેળો ઉજવ્યો હતો. સંખેડા તાલુકાની ઝાબ વસાહતમાં વિવિધ વસાહતોની ટોળીઓ ધુળેટીનો મેળો ઉજવવા માટે આવે છે. વિવિધ વિસ્તારમાં આવેલી આ વસાહતોમાં વસતા નર્મદાના વિસ્થાપિતો દ્વારા પોતાના વસાહત પૂરતી ટોળી બનાવાય છે.

ટોળીના યુવકો પરંપરાગત પોશાકો પહેરીને ઝાબ વસાહતમાં આવે છે. વસાહતમાં આવતા પહેલા આ ટોળી વિવિધ વસાહતોમાં ફરે છે. નાચે છે, કૂદે છે અને ત્યારબાદ આ વસાહતમાં ધુળેટીના દિવસે ઝાબ વસાહતમાં એકત્ર થાય છે. લોક સંસ્કૃતીને ઉજાગર કરતો મેળો અહીંયા જોવા મળે છે. રામઢોલ, થાળી અને ઘૂઘરા જેવા પારંપરિક વાજિંત્રોના તાલે યુવાનો નાચતા અને કુદતા જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...