તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વૈચ્છિક લોકડાઉન:સંખેડાના ઇન્દ્રાલ અને સોનગીરમાં પાંચ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન

સંખેડા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સોનગીરમાં 5 દિવસ લગ્ન-ધાર્મિક પ્રસંગ પણ ન યોજવા પંચાયતનો અનુરોધ
 • કોરોનાનું સંક્રમણ ઘટાડવા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી

સંખેડા તાલુકાના ઇન્દ્રાલ અને સોનગીર ગામે પાંચ દિવસનું લોકડાઉન કરવાની જાહેરાત સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે. ઇન્દ્રાલ ગામે કોરોનાના કેસ આવી રહ્યા હોઇ સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા પાંચ દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. સોનગીર અને ઇન્દ્રાલ એકબીજાના પડોશી ગામ છે. સોનગીર ગામમાં તો પાંચ દિવસ દરમિયાન લગ્ન કે ધાર્મિક પ્રસંગ ન યોજવા ગ્રામ પંચાયત દ્વારા અનુરોધ કરાયો છે.

સંખેડા તાલુકાના ઇન્દ્રાલ ગામે કોરોનાના પોઝિટિવ કેસ આવી રહ્યા હોઇ સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા પાંચ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ઇન્દ્રાલ ગામે તારીખ 19 નવેમ્બરના રોજના બે, તા.21 અને 23 નવેમ્બરના રોજ એક-એક,પહેલી ડિસેમ્બરના રોજ બે અને તા.4થી ડિસેમ્બરના રોજ બે મળીને 8 કેસ કોરોનાના નોંધાયા છે. કોરોનાનું સંક્રમણ ઘટાળવા કોરોનાની ચેન તોડવા માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવેલી છે. સ્થાનિક ગ્રામ પંચાયતની સરપંચ પાવરા તારકીબેન બી.દ્વારા કરાયેલી જાહેરાત મુજબ તારીખ 5થી તારીખ 9 સુધી ગામની તમામ દુકાનો, પાન પડીકીના ગલ્લા તથા અનાજ દળવાની ઘંટી, ધાર્મિક સ્થળો વિગેરે બંધ રાખવાની જાહેરાત કરી છે.

ઇન્દ્રાલ ગામની બિલકુલ જ બાજુમાં સોનગીર ગામ આવેલું છે. આ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પણ સોનગીર ગામમાં તારીખ 5થી 9 ડિસેમ્બર સુધી લોકડાઉન રાખવાની જાહેરાત કરાઇ છે. આ પાંચ દિવસ દરમિયાન ગામની જાહેર જગ્યાએ પાંચ વ્યક્તિઓથી વધારે વ્યક્તિઓએ ભેગા ના થવું. આ પાંચ દિવસ દરમિયાન ગામમાં કોઇ ધાર્મિક અને લગ્ન પ્રસંગ પણ બંધ રાખવા અનુરોધ કરાયેલો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો