પાકોને નુકસાન:છોટાઉદેપુર જિલ્લામાં પૂરથી ખેતીમાં થયેલા નુકસાનો પ્રથમ વખત ડ્રોન કેમેરાથી સર્વે

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાના તોફાની આગમને ભારે તબાહી મચાવી હતી. તસવીરમાં પાક નુકસાનના સર્વેની ડ્રોન તસવીર. - Divya Bhaskar
છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાના તોફાની આગમને ભારે તબાહી મચાવી હતી. તસવીરમાં પાક નુકસાનના સર્વેની ડ્રોન તસવીર.
  • જિલ્લામાં પૂરને કારણે કેળાં અને કપાસ સહિતના પાકોને વ્યાપક નુકસાન

સંખેડા તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં આવેલા નદીનાઓના પૂરને કારણે કેળા અને કપાસ સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું છે. આ નુકસાન બાબતનો સર્વે જિલ્લા ખેતીવાડી શાખા અને બાગાયત શાખા દ્વારા સંયુક્ત રીતે કરાઇ રહ્યો છે. આ સર્વે માટે પહેલી વખત ડ્રોન કેમેરાનો ઉપયોગ થઈ રહ્યો છે. જેથી જીપીએસ તેમજ અક્ષાસ-રેખાંશની મદદથી નકશો તૈયાર થાય અને તેને 7-12 સાથે સરખાવી પણ શકાય. ભારે વરસાદના કારણે ઓરસંગ, ઉચ્છ, હેરણ તેમજ અશ્વિન સહિતની નદીઓમાં ઘોડાપૂર આવતાં અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે.

છોટાઉદેપુર જિલ્લાના કડાછલા, પાણેજ, ઘેલપુર, સંખેડા, આખાખેડા, વેજલીયા માછીપુરા, નાગરવાડા, માંજરોલ સહિતના અનેક ગામોમાં નદીઓ તેમજ કોતરમાં પાણી આવવાના કારણે પાક નષ્ટ થયો છે. જેમાં જિલ્લા ખેતીવાડી શાખા અને બાગાયત શાખા દ્વારા સંયુક્ત પણે ટિમો બનાવીને સર્વે કરવાની કામગીરી હાથ ધરાઈ છે.આ વખતે પહેલી વખત જ સર્વે કરવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ થયો છે. ડ્રોન કેમેરાથી લેવાયેલ તસવીરમાં ખેતર માં ઉભો મોલ સર્વત્ર તબાહ થયેલું જોવા મળે છે.

ડ્રોનથી એટલા માટે કે એક્યુરેટ માહિતી મળી રહે
અતિવૃષ્ટિને કારણે પાકને જે નુકસાન થયું છે તેના માટે ખેતીવાડી અધિકારી દ્વારા જુદી જુદી ટીમો બનાવી સર્વે કરાઇ રહ્યો છે. સર્વે માટે પ્રથમ વખત ડ્રોનનો ઉપયોગ કરાયો છે. ડ્રોનથી એટલા માટે કે એક્યુરેટ માહિતી મળી રહે અને ખેડૂતને ખરેખર જે નુકસાન થયું છે એની જાણકારી મળી રહે. ખેતીવાડીના પાકો માટે ગ્રામસેવકોની ટીમ બનાવી છેે. > મનોજભાઈ અગ્રવાલ, બાગાયત અધિકારી, છોટાઉદેપુર

હજુ નુકસાનનો સર્વે કરતાં 15 દિવસ લાગશે
મુખ્યમંત્રી આવ્યા એના આગલા દિવસથી જ જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે હાથ ધરાયો છે. હજી 15 દિવસ સુધી સર્વે ચાલશે. ખેતીવાડી શાખા અને બાગાયત વિભાગની કચેરી દ્વારા ડ્રોન કેમેરાથી સર્વે કરાઈ રહ્યો છે. > કૃણાલ પટેલ, ઇ.જિલ્લા ખેતીવાડી અધિકારી, છોટાઉદેપુર

અન્ય સમાચારો પણ છે...