મહેનત રંગ લાવી:બોડેલીમાં કડિયાકામ કરતા પિતાની દીકરી રૂહીનબાનું જિલ્લામાં બીજા ક્રમે શાળામાં એકેય રજા પાડી નથી

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મન્સુરીપીજારા રૂહીનબાનુંએ 700 માંથી 641 માર્ક્સ સાથે 91.57 ટકા સાથે 99.71 પી.આર.મેળવ્યા છે. - Divya Bhaskar
મન્સુરીપીજારા રૂહીનબાનુંએ 700 માંથી 641 માર્ક્સ સાથે 91.57 ટકા સાથે 99.71 પી.આર.મેળવ્યા છે.
  • 700માંથી 641 માર્ક્સ સાથે 91.57% સાથે 99.71 પીઆર

છોટાઉદેપુર જિલ્લામાં બીજા ક્રમે આવેલી વિદ્યાર્થિની મન્સુર પિંજારા રૂહીનબાનું આરીફભાઈ ટ્યુશન વગર માત્ર સ્કૂલમાં જ ભણી છે. આગળ એલ.એલ.બી.કરવાની ઈચ્છા છે. પિતા કડિયાકામ કરે છે.

છોટાઉદેપુર જિલ્લામાં બીજા ક્રમે આવેલી મન્સુરીપિંજારા રૂહીનબાનું આરીફભાઈના પિતા કડિયાકામ કરે છે. કડીયાકામ કરતા આરીફભાઈની દીકરીએ જિલ્લામાં બીજો ક્રમ મેળવી માતા-પિતાનું નામ રોશન કર્યું છે. 700માંથી 641 માર્ક્સ સાથે 91.57 ટકા સાથે 99.71 પી.આર.મેળવ્યા છે.

રૂહીનબાનુના પિતા આરીફભાઈએ જણાવ્યું હતું કે,‘મેં બીએસસી બીજા વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. પિતાનું અવસાન થતાં મેં ભણવાનું છોડ્યું હતું પણ મારી ઇચ્છા મારા છોકરા વધારે સારું ભણે એ હતી. એટલે એમને ભણાવવા માટે 3 વર્ષથી તો અમે ટીવીનું કનેક્શન બંધ કરી દીધું હતું. રોજનું રૂહીન 6થી 7 કલાક વાંચતી હતી. ટ્યુશન ગઈ નથી. શાળામાં પણ એકેય રજા પાડી નથી. શાળાના શિક્ષકો જે ભણાવે એ અને ઘેર આવીને એ વાંચન કરતી. હવે આગળ એલએલબી કરાવવાની ઇચ્છા છે.’

અન્ય સમાચારો પણ છે...