હુકમ:ઉમડીમાં પુત્રીને માથામાં પથ્થર મારી હત્યા કરનાર પિતાને સાત વર્ષની કેદ

સંખેડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર સેશન્સ કોર્ટે આરોપીને સજાનો હુકમ કર્યો

છોટાઉદેપુર જિલ્લાના ઉમડી ગામે પથ્થર મારી પુત્રીની હત્યા કરનારા પિતાને છોટાઉદેપુર સેશન્સ કોર્ટે 7 વર્ષની કેદનો હુકમ કર્યો હતો.છોટાઉદેપુર જિલ્લાના ઉમડી ગામે ગત વર્ષે બનેલા આ બનાવની વિગતો મુજબ વાજુભાઈ માનસિંગભાઈ રાઠવા દિવાસાનો તહેવાર હોય વખતગઢ ગામે ઘરનો સરસામાન લેવા માટે ગયા હતા. તેઓ મોડા આવતાં તેમના પુત્ર દરેશભાઈ રાજુભાઈ રાઠવાએ પિતાને સરસામાન લઈને તમે કેમ મોડા આવેલા છો. એમ કહેતા વાજુભાઈએ એમના પુત્રને ગમે તેવી ગાળો બોલી તમને બધાને મારી નાખવા છે. એમ કહી હાથમાં પથ્થર લઈ અને પુત્રને મારવા માટે દોડી જતાં તે નાસી છૂટ્યો હતો.

દરેશની બહેન રેખા જે ઘર આંગણામાં બેઠી હતી. તેને જોરથી પથ્થર માથામાં મારતા તે બેભાન થઇ ગઈ હતી અને જમીન ઉપર પડી ગઈ હતી. તેને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને તાત્કાલિક સારવાર અર્થે કવાંટ સરકારી દવાખાને લઇ જવાઇ હતી. સારવાર દરમિયાન બીજા દિવસે રેખાનું મૃત્યુ થયું હતું.આ બાબતેનો કેસ છોટાઉદેપુર સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. કેસમાં સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમાર અને જે.બી. પુરાણીની દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ પી.વી. શ્રીવાસ્તવે આરોપી પિતા વાજુભાઈને 7 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...