કરૂણાંતિકા:પિતા-પુત્રની સ્મશાનયાત્રા નીકળી, ગામ હિબકે ચઢ્યું, પીપળસટમાં વીજકરંટથી ઘટનાસ્થળે મોત થયું

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પિતા-પુત્રની સ્મશાનયાત્રા પરિવારજનો હિબકે ચડયા. - Divya Bhaskar
પિતા-પુત્રની સ્મશાનયાત્રા પરિવારજનો હિબકે ચડયા.
  • FSLના રિપોર્ટ આવ્યા બાદ FIR નોંધાશે

સંખેડા તાલુકાના પીપળસટ ગામે ગત રાત્રે વીજકરંટ લાગવાને કારણે પિતા-પુત્ર સહિત કુલ 3 વ્યક્તિઓના કરંટ લાગવાને કારણે મૃત્યુ થયા હતા. તેમની પરથી ગામમાંથી આવતા તેમના પરિવારજનોએ ચડ્યા હતા. પીપળસટ ગામે ગત રાત્રે ખેતરમાં વીજ કરંટ લાગતા પિતા-પુત્ર સહિત 3 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. પીપળસટ ગામના રાજુભાઇ હિંમતભાઈ બારિયા તેમનો જુવાનજોધ પુત્ર સંજય રાજુભાઇ બારિયા અને જશભાઈ રમનભાઈ તડવી ત્રણેયના મૃત્યુ ખેતરમાં જ વીજકરંટ લાગતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ ત્રણેય મૃતદેહોને સંખેડા રેફરલ હોસ્પિટલમાં પી.એમ માટે લવાયા હતા.

બુધવારે બપોરે પી.એમ.બાદ ત્રણેય મૃતદેહોનેને તેમના પરિવારજનોને અપાયા હતા. જેમાંથી રાજુભાઇ હિંમતભાઈ બારિયા તેમનો પુત્ર સંજય રાજુભાઇ બારિયાની અર્થી એક સાથે ઉઠી હતી. ખોબલા જેવડા પીપળસટ ગામે એક જ પરિવારના બે સભ્યોની સાથેની નિકળેલી સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગામમાં શોકની લાગણી ફેલાઇ હતી.આ બનાવ અંગે સંખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરેલ છે. વધુમાં સંખેડા પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે,”વિદ્યુત રિપોર્ટ તેમજ FSLના રિપોર્ટની તેમજ પી.એમ.રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. એ રિપોર્ટ આવ્યા બાદ આગળ FIR જવાબદાર સામે નોંધવામાં આવશે.”

અન્ય સમાચારો પણ છે...