તંત્રની બેદરકારી:બારદાન ખૂટતાં સંખેડામાં ડાંગર વેચવા આવેલા ખેડૂતો અટવાયા

સંખેડા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બારદાન ખૂટી પડવાથી ખરીદી બંધ કરી દેવાઈ હતી
  • સવારથી બપોરે સુધી ખેડૂતો ગોડાઉન બહાર બેસી રહ્યા

સંખેડા ખાતે ગોડાઉનમાં ડાંગર ટેકાના ભાવે સવારે 8 વાગ્યાના સુમારે આવેલા ખેડૂતોને બારદાનના અભાવે બપોર સુધી બેસી રહેવાનો વારો આવ્યો છે. તંત્રની બેદરકારીના કારણે ખેડૂતો પરેશાન બન્યા છે. સંખેડા અને બોડેલી તાલુકાના 113 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે ડાંગર વેચવા માટેની નોંધણી કરાવી હતી. સંખેડાનું ગોડાઉન ખાલી હોવાના કારણે સંખેડા ખાતે ટેકાના ભાવે ડાંગર અત્રે લેવાય છે. સંખેડા તાલુકા મથકે ચાલતા આ ડાંગર ખરીદીના સેન્ટર ઉપર બારદાન ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમનના બારદાનમાં ડાંગર પેક કરવાની છે.

બોડેલી તાલુકાના અલ્હાદપુરા ગામના ચાર ટ્રેકટર સવારથી ડાંગર વેચવા માટે સંખેડા ગોડાઉન ખાતે આવી પહોંચ્યા હતા. પણ અહીંયા ગોડાઉનની બહાર જ આ ટ્રેકટરો ઉભા રાખી દેવાયા હતા. અંદર ગોડાઉન કમપાઉન્ડમાં પણ લવાયા નહોતા. બપોરે દોઢ વાગ્યા સુધી પણ ટ્રેકટર બહાર જ ઉભા રખાયા હતા. અહીંયા સુપરવાઈઝર યુ.એ.ભીલે જણાવ્યું હતું કે, “બારદાન ખૂટી જવાના કારણે ખરીદી બંધ કરી દેવાઈ છે. બારદાન છોટાઉદેપુરથી મંગાવ્યા છે. એ રસ્તામાં જ છે. આવે એટલે ખરીદી ચાલુ કરી દેવાની છે. અત્યાર સુધી 1200 બારદાન જેટલી ખરીદી થઈ ચૂકી છે.’

અન્ય સમાચારો પણ છે...