તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:આકાખેડાની સીમના ખેતરોમાં ભૂંડોના ભેલાણના કારણે ખેડૂતો પરેશાન બન્યાં

સંખેડા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
ખેતરમાં ભૂંડો દ્વારા ભેલાણ કરતા ખેડૂતો પરેશાન બન્યા છે. - Divya Bhaskar
ખેતરમાં ભૂંડો દ્વારા ભેલાણ કરતા ખેડૂતો પરેશાન બન્યા છે.
 • ભૂંડોના ભેલાણ સામે ખેડૂતોને રક્ષણ મળે તેવુ આયોજન કરવા માગ
 • તુવેર, પપૈયા તેમજ કેળા જેવા ખેતીના પાકોને ભૂંડો નુકસાન પહોચાડી રહ્યા છે

સંખેડા તાલુકાના આકાખેડા ગામની સીમમાં ખેતીમાં ભૂંડોના ભેલાણના કારણે ખેડૂતો પરેશાન બની રહ્યા છે. તુવેર, પપૈયા તેમજ કેળા જેવા ખેતીના પાકોને ભૂંડો નુકશાન પહોચાડી રહ્યા છે. સરકાર દ્વારા ભૂંડોના ભેલાણ સામે ખેડૂતોને રક્ષણ મળે એવુ આયોજન કરવા માંગ કરી રહ્યા છે.

સંખેડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ખેતીના પાકોમાં ભૂંડો ભેલાણ કરે છે. જેના કારણે ખેડૂતો પરેશાન બની ગયા છે. સંખેડા તાલુકામાં ભૂંડોનો ખેતીમાં આકાખેડા ગામની સીમમાં પણ ઘનો જ વધી ગયો છે. એકલ દોકલ ભૂંડના બદલે જાણે ભૂંડની જાન નિકળી હોય એમ ભૂંડના ટોળા જોવા મળે છે. પહેલા રાત્રે ભૂંડના ટોળા જોવા માળતા હતા. પણ હવે દિવસે પણ ખેતરમાં ભૂંડનો ત્રાસ વધી ગયો છે. ખેતરમાં ઘુસીને ખેતીના પાકને ભૂંડો ખુબ જ બગાડી નાખે છે.

આકાખેડા ગામની સીમમાં ભૂંડો દ્વારા તુવેર, પપૈયા તેમજ કેળા જેવા ખેતીના પાકને નુકશાન પહોચાડાઇ રહ્યું છે. જેના કારણે ખેડૂતો પરેશાન બનેલા છે. આ વિસ્તારમાં ખેતી કરતા ખેડૂત સંદિપભાઇના જણાવ્યાનુસાર ખેતીમાં ભૂંડોના ત્રાસને કારણે ખેતીમાં ખેડૂતોને નુકશાન સહન કરવું પડે છે. ભૂંડોનું ભેલાણ અટકે અને ખેડૂતોનો પાક બચે એ માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવે એ ઇચ્છનિય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો