ખેડૂતો આત્મનિર્ભર:કાવિઠામાં કેનાલમાંથી પાણીનો વેડફાટ રોકવા ખેડૂતોએ સ્વખર્ચે કામ આદર્યું

સંખેડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાવીઠાની સીમમાં નર્મદાની કેનાલમાંથી થતા પાણીના વેડફાટ અટકાવવા ખેડૂતોએ ફાળો ભેગો કરી સમારકામની કામગીરી શરૂ કરી. - Divya Bhaskar
કાવીઠાની સીમમાં નર્મદાની કેનાલમાંથી થતા પાણીના વેડફાટ અટકાવવા ખેડૂતોએ ફાળો ભેગો કરી સમારકામની કામગીરી શરૂ કરી.
  • અધિકારીઓએ ધ્યાન ન આપતાં ખેડૂતોએ આત્મનિર્ભર બની બતાવ્યું
  • ખેડૂતોએ ફાળો ભેગો કરીને કેનાલ પર મશીનો કામે લગાડ્યાં

સંખેડા તાલુકાના કાવિઠા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની માઈનોર કેનાલના સાઈફન પાસે થતાં પાણીના લીકેજને રોકવામાં નર્મદાના અધિકારીઓ નિષ્ફળ જતાં ખેડૂતો પોતાના ખર્ચે અહીંયા સમારકામ કરવાની કામગીરી કરવા માટે ફાળો એકત્ર કરી કામગીરી શરૂ કરાવી. સંખેડા તાલુકાના કાવિઠા ગામની સીમમાંથી નર્મદાની માઇનોર કેનાલ પસાર થાય છે. આ માઈનોર કેનાલના સાયફન પાસેથી દર વર્ષે જ્યારે જ્યારે પાણી છોડવામાં આવે ત્યારે મોટી માત્રામાં પાણીનું લીકેજ થતું હતું.

આ પાણી આગળ કોતરોમાં નકામું વહી જતું હતું. મહામૂલા પાણીનો વેડફાટ અટકાવવામાં નર્મદાના અધિકારીઓ નિષ્ફળ નીવડ્યા હોવાથી આ વિસ્તારના ખેડૂતો દ્વારા ફાળો એકત્ર કરી જ્યાંથી પાણીનું લીકેજ થતું હતું ત્યાં સમારકામ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ વિસ્તારના ખેડૂત વિપુલભાઈના જણાવ્યા મુજબ,”કેનાલમાં પાણી છોડતાની સાથે પાણીનો વેડફાટ ચાલુ થઈ ગયો હતો. જેથી કોઇપણ જાતની સરકારી મદદ વિના અમે ખેડૂતો ભેગા થઈ ફાળો કરી અને કેનાલનું સમારકામ કરવાનું શરૂ કર્યું છે.’અત્રે ઉલ્લેખનીય છે કે કાવિઠા ગામની સીમમાંથી નર્મદાની માઇનોર કેનાલ પસાર થાય છે.

ત્યાંથી દર વર્ષે ખૂબ જ મોટી માત્રામાં પાણીનો વેડફાટ થતો હતો. છતાં સરકારી તંત્ર આ વેડફાટને અટકાવવામાં નિષ્ફળ નીવડ્યું હતું. આ બાબતે નર્મદાની બહાદરપુર સ્થિત કચેરીના અધિક મદદનીશ ઈજનેર સાગરભાઈએ જણાવ્યું હતું,”અમારી પાસે કોઈ રજૂઆત આવી નથી. અમે તપાસ કરીએ છીએ.’

અન્ય સમાચારો પણ છે...