તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:સંખેડા તાલુકાના ખેડૂતોએ કપાસની વાવણી આરંભી

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તાલુકાનો મેવાસ વિસ્તાર કપાસની ખેતી માટે જાણીતો છે. - Divya Bhaskar
તાલુકાનો મેવાસ વિસ્તાર કપાસની ખેતી માટે જાણીતો છે.
  • કપાસ રોકડીયો પાક હોવાથી ખેડૂતો વિપુલ પ્રમાણમાં કપાસની વાવણી કરે છે
  • લાંબા તારવાળા કપાસનો ભાવ ક્વિન્ટલના રૂા.6025 તેમજ ટૂંકા તારવાળાનો ટેકાનો ભાવ રૂા.5726

સંખેડા તાલુકામાં ખેડૂતો કપાસની વાવણીની તૈયારીઓમાં લાગી ગયા છે. ખેડૂતો તાજેતરમાં વરસાદ થયા બાદ હવે ખેતરમાં કપાસિયા મૂકી રહ્યા છે.સંખેડા તાલુકાનો સૌથી વધારે મહત્વનો પાક કપાસ છે. સંખેડા તાલુકામાં સૌથી વધુ વાવેતર કપાસનું થાય છે અને સૌથી વધુ ઉત્પાદન પણ કપાસનું જ થાય છે.કપાસ રોકડીયો પાક હોવાને કારણે ખેડૂતો કપાસની વાવણી સારા એવા પ્રમાણમાં કરે છે સંખેડા તાલુકાની જમીન પણ કપાસના પાકને માફક આવે છે તેમજ છેલ્લા કેટલાક વર્ષોથી સિંચાઇ માટેનું પાણી મળતા કપાસનું ઉત્પાદન પણ સારા એવા પ્રમાણમાં વધ્યું છે.

જેતરમાં સંખેડા તાલુકામાં વરસાદ સારો પડ્યો હતો જે બાદ હવે ખેડૂતો ખેતરની અંદર કપાસની વાવણી તૈયારીઓમાં લાગી ગયા છે કેટલાક વિસ્તારમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં કપાસિયા મૂકવાનું પણ શરૂ કરી દીધું છે.સંખેડા તાલુકાનો મેવાસ વિસ્તાર કપાસની ખેતી માટે જાણીતો છે.આ વિસ્તારના ખેડૂતોની પસંદગીનો પાક પણ કપાસ છે.આ વરસે કપાસના ટેકાના ભાવ પણ વધ્યા છે.લાંબા તારવાળા કપાસનો ભાવ કવીંટલના 6025 રૂપિયા તેમજ ટૂંકા તારવાળા કપાસનો કવીંટલનો ટેકાનો ભાવ 5726 રૂપિયા છે.

અન્ય સમાચારો પણ છે...