ભાસ્કર વિશેષ:ખેડૂતોએ પાઇપ નાખી કેનાલમાંથી પાણી લેવાનું શરૂ કર્યું

સંખેડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 દિવસ અગાઉ કાવીઠા માઈનોર કેનાલમાં 10થી 12 ફૂટનું ભંગાણ સર્જાયું હતું
  • પાણીની જરૂર હોઈ કેનાલના પાણી બંધ થાય કે તરત જ રીપેર કરવા માગ

સંખેડા તાલુકાના કાવિઠા ગામની સીમમાંથી પસાર થતી કવિઠા માઇનોર કેનાલમાં 5 દિવસ પહેલા આશરે 10થી 12 ફૂટનું ગાબડું પડી ગયું હતું. ભંગાણ થયેલી જગ્યાએ ખેડૂતોએ પોતાની જાતે આવીને પાઇપો નાખી છે. જેથી પાણી ચાલુ રહી શકે. પાઇપમાં ભરાતાં લીલના કચરાને પણ ખેડૂતો જાતે જ દૂર કરી રહ્યા છે. કેનાલના પાણી બંધ થાય ત્યારે તાત્કાલિક આ કેનાલનું સમારકામ પણ થાય એવી ખેડૂતોએ માગ કરી છે.

સંખેડા તાલુકાના કાવિઠા ગામની સીમમાંથી કાવિઠા કેનાલ પસાર થાય છે. છેલ્લા કેટલાક વર્ષથી આ કેનાલમાં ક્યાંકને ક્યાંક ગાબડું પડે છે. ભંગાણ થાય છે. જેને કારણે મોટી માત્રામાં પાણી વેડફાય છે. હાલમાં પણ તાજેતરમાં જ પાંચેક દિવસ પહેલા કાવીઠા માઇનોર કેનાલમાં આશરે 10થી 12 ફૂટ જેટલું ભંગાણ થયું હતું. જેને લીધે મોટી માત્રામાં પાણી વેડફાઈ ગયું હતું.

ખેડૂતોને ખેતી કામમાં પાણીની જરૂરિયાત હોઇ કેટલાક ખેડૂતોએ જાતે પાઈપો લાવી અને ભંગાણવાળી જગ્યાએ ગોઠવી દીધી છે. જેથી પાણી ચાલુ રહ્યું અને ઓછું પાણી વેડફાય. જોકે આ પાઈપની અંદર લીલ ભરાઈ જવાને કારણે પાણી ઘેરાયા કરે છે. જેથી ખેડૂતો આ લીલના કચરાને જાતે જ દૂર કરે છે.

અન્ય સમાચારો પણ છે...