માહીતી:નંદપુરમાં ખેડૂતોને હવામાન આધારે ખેતી કરવા અંગે માર્ગદર્શન અપાયું

સંખેડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શિબિરમાં મેઘદૂત એપ્લિકેશનના ઉપયોગની જાણકારી અપાઈ
  • મહિલાઓએ પશુપાલનની સમસ્યા અંગે પ્રશ્નો પૂછી માહિતી મેળવી

તાલુકાના નંદપુર ગામે ખેડુતોને હવામાન આધારે ખેતી અને મહિલાઓને પશુપાલન અંગે માર્ગદર્શન આપવા માટેની શિબિર યોજાઇ. ખેડુતોને હવામાન આધારિત માહીતી મળી રહે એ માટે મેઘદૂત એપ્લિકેશન અંગે માહીતી અપાઇ. સંખેડા તાલુકાની મંગલભારતી સંસ્થા ખાતે કાર્યરત દામુ પ્રોજેક્ટ અંતર્ગત ખેડુતોને પાંચ દિવસ સુધીની હવામાનની આગાહી આપવામાં આવે છે. જેમાં ખેતી અંગેની માહીતી પણ અપાય છે. પાંચ દિવસ દરમિયાન ખેડુતોને હવામાન અંગે માહીતી સાથે ખેતીમાં શું આયોજન કરવું એ બાબતની માહીતી પણ અપાય છે.

અત્રેના આ વિભાગના કેયુરભાઇએ નંદપુર ખાતે ખેડુતોને ખેતીમાં હાલમાં ચોમાસામાં વધારે વરસાદ પડવાના કારણે કપાસ તેમજ તુવેરના પાકમાં જો પાણી ભરાઇ ગયું હોય અને તેના કારણે જો કોઇ નુકશાન થાય તો તેમાં શું કરવું તેની માહીતી અપાઇ હતી. મેઘદૂત એપ્લિકેશન અંગે પણ માહીતી અપાઇ હતી. પશુપાલન વિભાગના વિષય નિષ્ણાત જગદીશભાઇ મીણાએ અત્રે ઉપસ્થિત મહિલા ખેડુતોને ખેતી સાથે પશુપાલન કરવામાં શું કાળજી રાખવી તે અંગે માર્ગદર્શન અપાયું હતું. મહિલાઓએ પશુપાલનમાં સર્જાતી સમસ્યા અંગે પ્રશ્નો પૂછ્યા હતા અને માહીતી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...