ભાસ્કર વિશેષ:કાવીઠા કેનાલનું સમારકામ જાતે કરવા ખેડૂતો મજબૂર

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓની નિષ્કાળજીના કારણે પરેશાન ખેડૂતોએ જાતે કામ હાથમાં લીધું
  • આ માઇનોર કેનાલમાં 2 જગ્યા પર 8 થી 10 ફૂટ જેટલા મોટા ભંગાણ થયેલા હતા

સંખેડા તાલુકાના કાવિઠા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલનું સમારકામ નર્મદા નિગમ દ્વારા ન કરાતાં આખરે 20 જેટલા ખેડૂતોએ જાતે આ કેનાલ રીપેર કરવાની કામગીરી હાથ ધરી હતી. એક જગ્યાએ સમારકામ કર્યું બીજી જગ્યાએ સમારકામ ચાલુ છે. જોકે આગળ એક સાઇફનનું કામ થઈ શકે તેમ નથી. આ બાબતે નર્મદા નિગમના અધિકારીઓને જાણ કરાઈ હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.

કાવીઠા ગામની સીમમાંથી નર્મદાની માઇનોર કેનાલ પસાર થાય છે. આ માઇનોર કેનાલનું સમારકામ જરૂરી હતું. આ કેનાલમાં બે જગ્યાએ 8 થી 10 ફૂટ જેટલા ભંગાણ થયેલા હતા. જે ભંગાણનું સમારકામ નર્મદા નિગમ દ્વારા આખો ઉનાળો અને પાણી છોડાયા પહેલાનો સમય વીતવા છતાં સમારકામ કરાયું નહોતું.

વધુમાં આ માઇનોર કેનાલની આગળ એક સાઈફન છે. એ સાઈફન લાંબા સમયથી તૂટેલી હાલતમાં છે. આ સાઈફન સુધી પાણી આવે અને ત્યાંથી આગળ જાય તો જ આગળના વિસ્તારના ખેડૂતોને ખેતીની સિંચાઈ માટે પાણી મળી શકે એમ છે. ખેડૂતો દ્વારા લાંબા સમયથી આ કેનાલનું સમારકામ કરવા માટે નર્મદા નિગમના અધિકારીઓને રજૂઆત કરાતી હતી તેમ છતાં નર્મદા નિગમના અધિકારીઓના પેટનું પાણી શુદ્ધ હાલતું નહોતું. ખેડૂતોને ખેતીની સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત છે. જેથી ખેડૂતો દ્વારા આખરે આ કેનાલમાં સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...