તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:ટેકાના ભાવે ઉનાળુ મકાઇ ખરીદી કરવા માટે ખેડૂતોની માગ

સંખેડા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંખેડા તાલુકામાં ઉનાળુ મકાઇનું સારું એવું વાવેતર અને ઉત્પાદન થાય છે
  • હાલમાં મકાઈનો ટેકાનો ભાવ રૂા. 1400 પ્રતિ ક્વિ. : તાલુકામાં 300 ગાડીથી વધુ મકાઇનું ઉત્પાદન થવાનો અંદાજ

ઉનાળુ મકાઇનું સંખેડા તાલુકામાં સારા પ્રમાણમાં વાવેતર અને ઉત્પાદન થાય છે. પણ ટેકાના ભાવે ઉનાળુ મકાઇની ખરીદી થતી નથી. જેથી મકાઇનું વાવેતર કરનારા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મકાઇની ખરીદી સરકાર કરે એવી માંગ કરી રહ્યા છે. આ વર્ષ આ વિસ્તારમાંથી 300 ગાડીથી વધુ મકાઇનું ઉત્પાદન થવાનો અંદાજ છે.

સરકાર દ્વારા ટેકાના ભાવે મકાઇ ખરીદી કરી હતી. પણ એ ચોમાસુ મકાઇની ખરીદી ટેકાના 1850 રૂપિયા ક્વિંટલના ભાવે ખરીદી થયેલી હતી. ખરીદીનો સમયગાળો 16 ઓક્ટોબર 2020થી 31 ડિસેમ્બર 2020 સુધી હતો. સંખેડા અને બોડેલી તાલુકામાં મકાઇનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે. પણ આ ઉનાળુ મકાઇ છે. જેથી સરકારે જાહેર કરેલા ટેકાના ભાવનો લાભ આ વિસ્તારના ખેડૂતોને મળતો નથી. જો ઉનાળુ મકાઇની ટેકાના ભાવે સરકાર ખરીદી કરે તો આ વિસ્તારના ખેડૂતોને સારો લાભ મળી શકે.

સંખેડા તાલુકામાં કાચા માલના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓના સૂત્રોના જણાવ્યાનુસાર સંખેડા તાલુકામાં હાલમાં મકાઇનો ટેકાનો ભાવો 1400 રૂપિયા ક્વિંટલનો છે. આ વર્ષે 300 ગાડીથી વધુ મકાઇની આવક થવાની શક્યતા છે. જોકે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે તુવેરનું વાવેતર વધુ અને મકાઇનું વાવેતર થોડુ ઓછુ થયું છે. ચોમાસા દરમિયાનની મકાઇની સરકારે જે ટેકાના ભાવે ખરીદી કરી તેના કરતા ઘણો ઓછો ભાવ હાલ બજારમાં છે. જેથી આ વિસ્તારના ખેડૂતો દ્વારા મકાઇની સરકાર ટેકાના ભાવે ખરીદી કરે એવી માંગ કરી રહ્યા છે.

સંખેડા અને બોડેલી તાલુકામાં મકાઈનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે
મકાઈનું વાવેતર સંખેડા અને બોડેલી બંન્ને તાલુકામાં સારા એવા પ્રમાણમાં થાય છે.અને એટલે જ ઉત્પાદન પણ મકાઈનું સારું ઉત્પાદન થાય છે.મકાઈનું મબલક ઉત્પાદન થવા છંતા તેના માટે ટેકાના ભાવે ખરીદી માટે કોઈ આયોજન ન થતા ખેડૂતોને હાલાકી પડે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો