તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:હાંડોદ CCI સેન્ટર પર ખેડૂતોને કપાસ ટેકાના ભાવે વેચવા ઉજાગરા વેઠવા પડ્યા

સંખેડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
હાંડોદ સેન્ટરે સવાર સુધીમાં આશરે 1000 જેટલા સાધનો ભેગા થઈ ગયા હતા.અને સીસીઆઈ દ્વારા ખરીદી શરૂ ના થતા ખેડૂતો અને એપીએમસીના હોદ્દેદારો વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. - Divya Bhaskar
હાંડોદ સેન્ટરે સવાર સુધીમાં આશરે 1000 જેટલા સાધનો ભેગા થઈ ગયા હતા.અને સીસીઆઈ દ્વારા ખરીદી શરૂ ના થતા ખેડૂતો અને એપીએમસીના હોદ્દેદારો વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
 • બપોર સુધી તોલ શરૂ ન થતા એપીએમસીના હોદ્દેદારો- ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું
 • APMC ચેરમેન, ધારાસભ્ય અને સાંસદની રજૂઆતને પગલે આજનો તમામ કપાસ ખરીદાયો

સંખેડા તાલુકાના હાંડોદ સેંટર ઉપર કપાસ ટેકાના ભાવે વેચવા માટે ખેડૂતોને રાત દિવસના ઉજાગરા વેઠવાનો વારો આવ્યો છે. સોમવાર સાંજથી લઇને મંગળવાર સવાર સુધીમાં આશરે 1000 જેટલા વાહનો કપાસ વેચવા માટે ઉમટી પડ્યા હતા. સીસીઆઇને આ સેંટર ઉપર માત્ર 500 ગાંસડી જ કપાસ ખરીદીની મર્યાદા છે. જેથી બપોર સુધી ખેડુતો અને એપીએમસીના હોદ્દેદારો સાથે ઘર્ષણ ચાલ્યું હતું. ધારાસભ્યે અને સાંસદે ગાંધીનગર અને મુંબઇ સુધી રજૂઆત કરતા મંગળવારના દિવસે જેટલા વાહનો કપાસ વેચવા આવ્યા એટલા લેવાનું નક્કી કરાયા બાદ ખેડૂતો શાંત પડ્યા હતા.

જ્યારે હાંડોદ સેન્ટર ઉપર સોમવાર રાતથી કપાસ વેચવા ખેડૂતો ઉમટી પડયા હતા. તેઓને કપાસ વેચવા રાત્રે ઉજાગરો વેઠવો પડ્યો હતો.
જ્યારે હાંડોદ સેન્ટર ઉપર સોમવાર રાતથી કપાસ વેચવા ખેડૂતો ઉમટી પડયા હતા. તેઓને કપાસ વેચવા રાત્રે ઉજાગરો વેઠવો પડ્યો હતો.

સંખેડા તાલુકાના હાંડોદ સેંટર ખાતે સીસીઆને માત્ર 500 ગાંસડી જ કપાસ દિવસની ખરીદી કરવાની પરવાનગી છે. જેથી પોતાનો વારો વહેલો આવે એ માટે સોમવાર સાંજથી જ હાંડોદ સબયાર્ડમાં કપાસના સાધનો આવવાના શરૂ થઇ ગયા હતા. રાત્રે 11 વાગ્યે તો સબયાર્ડ ફૂલ થઇ ગયું હતું. સવાર સુધી તો આશરે 1000 જેટલા સાધનો કપાસ વેચવા માટે હાંડોદ સેંટરે ભેગા થ ગયા હતા. પણ સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી નહોતી. 500 ગાંસડી એટલે આશરે 150 જેટલા સાધનની ખરીદી સીસીઆઇ કરી શકે એમ હતી. પણ ક્યા સાધનોની ખરીદી થાય અને ક્યા સાધનની ખરીદી ના કરે એ પ્રશ્ન જટીલ બન્યો હતો. સંખેડા એપીએમસીના ચેરમેન હેમરાજસિંહ મહારાઉલ અને સેક્રેટરી અજીતભાઇ ભગત, ડિરેક્ટર હિતેશભાઇ શાહ વિગેરે અહિયા આવી ગયા હતા. પણ સીસીઆઇ તોલ શરૂ ના કરતા ખેડૂતો અને એપીએમસીના હોદ્દેદરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

જેટલા પણ ખેડૂતો અહિંયા આવેલા છે એ તમામ ખેડુતનો કપાસ લેવા માટેની રજૂઆત ખેડૂતો કરતા હતા. પણ સીસીઆઇને 500 ગાંસડીથી વધુ કપાસ ખરીદી માટેની પરવાનગી ના હોવાથી ખરીદી શરૂ થઇ જ નહોતી. પણ ખેડૂતોનો કપાસનો પ્રશ્ન જટીલ બનેલો હોઇ સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી, સાંસદ ગીતાબેન રાઠવા વિગેરે રાજ્યના મુખ્યમંત્રી તેમજ સીસીઆઇની મુંબઇ ઓફીસે રજુઆત કરી હતી. અને ખેડુતોના હિત માટે રજૂઆત કરી હતી. આખરે સીસીઆ દ્વારા મંગળવારના દિવસે હાંડોદ સેંટર ઉપર કપાસ વેચવા માટે આવેલા તમામ ખેડૂતોનો કપાસ લેવા માટેનો નિર્ણય લેવાયો હોવાની જાણ એપીએમસીના ચેરમેન હેમરાજસિંહ મહારાઉલે કરી હતી. પછી પ્રશ્ન હલ થયો હતો.

ઘર્ષણ થવાની સ્થિતિ સર્જાતાં પોલીસ સ્થળે દોડી આવી હતી
હાંડોદ સેંટર ઉપર કપાસ ટેકાના ભાવે ખરીદીના મુદ્દે ખેડૂતો અને APMCની હોદ્દેદરો વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાતા સંખેડા પોલીસ હાંડોદ સેંટર ઉપર સબયાર્ડમાં દોડી આવી હતી. જોકે ખેડૂતોને વિવાદ કે ઘર્ષણમાં કોઇ જ રસ નહોતો. માત્ર પોતાનો કપાસ ટેકાના ભાવે CCI ખરીદી કરે એ જ રજૂઆત ઉપર અડગ રહ્યા હતા. સાથે APMC ચેરમેન હેમરાજસિંહ મહારાઉલ, ડિરેક્ટર હિતેભાઇ શાહ, જીનર મેહુલભાઇ પટેલ, સેક્રેટરી અજીતભાઇ ભગતે ખેડૂતો સાથે સતત હકારાત્મક સવાંદ જાળવી રાખી પ્રશ્ન હલ કરવામાં રસ દાખવ્યો હતો.

બુધવારથી કપાસની ખરીદી રાબેતા મુજબ ચાલશે
હાંડોદ સેંટર ઉપર નવા નિયમ મુજબ 150 સાધન લેવાના હતા. પણ 800થી 900 સાધનો ખેડૂતો કપાસ લઇને આવી ગયા હતા અને અમદાવાદ અને મુંબઇ સીસીઆઇની ઓફીસે ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી અને સાંસદ ગીતાબેને રજૂઆત કરી. અને આજના દિવસે તમામ સાધનો લેવાની પરમિશન મળી છે. પણ કાલથી 150 સાધનો કપાસ ખરીદવાનું રાબેતા મુજબ ચાલશે. - હેમરાજસિંહ મહારાઉલ, ચેરમેન, સંખેડા એપીએમસી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો