તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:કસુંબિયાની સીમમાં કેનાલનું પાણી દિવસે પૂરતું ના મળતાં ખેડૂતો પરેશાન

સંખેડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
કસુંબિયાની સીમમાં કેનાલનું પાણી દિવસે પૂરતુ ના મળતા ખેડુતો પરેશાન બન્યા છે. - Divya Bhaskar
કસુંબિયાની સીમમાં કેનાલનું પાણી દિવસે પૂરતુ ના મળતા ખેડુતો પરેશાન બન્યા છે.
 • રજૂઆત કરાઈ હોવા છતાં પ્રશ્ન હલ થતો નથી

સંખેડા તાલુકાના કસુંબિયા ગામની સીમમાંથી પસાર થતી કસુંબિયા માઇનોર કેનાલમાં દિવસ દરમિયાન પૂરતું પાણી ન આવતા આ વિસ્તારના ખેડૂતો પરેશાન બન્યા છે. ખેડુતો દ્વારા કેનાલના અધિકારીઓને ટેલિફોનીક રજૂઆત પણ કરવામાં આવી છે. સંખેડા તાલુકાના કસુંબિયા ગામની સીમમાં છેલ્લાં કેટલાક દિવસોથી ખેતીની સિંચાઇ માટેનું પાણી નર્મદા કેનાલ મારફતે દિવસ દરમિયાન પૂરતું મળતું નથી. જેના કારણે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગામના સ્થાનિક આગેવાન લાલજીભાઇના જણાવ્યાનુસાર કસુંબિયાની સીમમાંથી કસુંબિયા માઇનોર કેનાલ પસાર થાય છે. આ કેનાલ ઉપર આધારીત આ વિસ્તારના કેટલાય ખેડૂતો ખેતી કરે છે. રાત્રે પાણી આવે છે. પણ દિવસે પાણી ખુબ જ ઓછુ આવે છે. જેથી ખેતી કરવામાં સિંચાઇના પાણીની સમસ્યા રહે છે. આ બાબતે કેનાલના અધિકારીને ટેલિફોનીક રજૂઆત પણ કરાયેલી છે. પણ પ્રશ્ન હલ થતો નથી. જેથી ખેતીમાં મુશ્કેલી સર્જાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો