સંખેડા તાલુકામાં ખેતીની લાઈટ જે છેલ્લા આશરે દોઢથી બે મહિનાથી સવારની ચાર દિવસની ચાલતી હતી. તેને બદલે રાતની કરી દેવાઇ અચાનક જ રાતની લાઈટો કરી દેવા હતા. ખેડૂત આલમમાં રોષની લાગણી ફેલાઈ હતી. સંખેડા તાલુકાના કેટલાક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો ત્રાસ વધ્યો છે.
ઝેરી જનાવર કરડી જવાની પણ શક્યતા છે. જેથી ખેડૂતો રાતની લાઈટનો વિરોધ કરી રહ્યા છે. સંખેડા તાલુકાના કપાસની ખેતી કરતા ખેડૂતો દ્વારા આ લાઈટના સમયનો વિરોધ કર્યો હતો. આ બાબતે સંખેડા એમજીવીસીએલ સબ ડિવિઝનના એન્જિનિયર કે.એફ. રાઠવાને મૌખિક રજૂઆત પણ ખેડૂતોએ કરી હતી.
જોકે આ સિવાય સંખેડા તાલુકાના ધોળી, આંબાપુરા, આકાખેડા, વડેલી માંકણી પંથકના ખેડૂતો પણ સંખેડા ખાતે સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી અને તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દેસાઈને લાઈટના સમયને રજૂઆત કરવા આવ્યા હતા. આ બાબતે સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. અને થોડા દિવસમાં જ દિવસની લાઈટ શરૂ કરવાની હૈયાધારણા આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.