ટ્રાફિકજામ:સંખેડા-હાંડોદમાં ઝાડ પડતા ટ્રાફિકજામ સર્જાયો

સંખેડા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એમ્બ્યુલન્સ સહિત જાનની ગાડી ફસાઇ
  • બસના ડ્રાઈવરે જાતે ઝાડની ડાળીઓ કાપી

સંખેડાથી હાંડોદ તરફ જવાના માર્ગ ઉપર એક વિશાળકાય ઝાડ રસ્તાની વચ્ચોવચ વહેલી સવારે ધરાશાયી થઈ જવાને કારણે રસ્તાને બંને બાજુ એક ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. 108 એમ્બ્યુલન્સ અને એસટી બસ તેમજ જાન લઈને આવેલ ગાડી પણ ફસાઈ હતી. જોકે બસના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી અને ઝાડની નડતરરૂપ ડાળીઓને કાપીને દૂર કરી હતી.

સંખેડાથી હાંડોદ તરફ જવાના માર્ગ ઉપર અર્જુનનાથ મહાદેવ મંદિર નજીક એક વિશાળકાય ઝાડ રસ્તાની વચ્ચે પડ્યું હતું. વહેલી સવારે ઝાડ ધરાશાયી થયું હતું. ઝાડ રસ્તાની વચ્ચોવચ પડતા જ રસ્તાની બંને બાજુનો ટ્રાફિક જામ થઈ ગયો હતો. વાહનોની અવરજવર બિલકુલ ઠપ્પ થઈ ગઈ હતી. એક 108 એમ્બ્યુલન્સ વિદ્યાર્થીઓને લઈને સંખેડા તરફ આવતી એસટી બસ તેમજ લગ્ન કરીને આવતી કાર પણ આ ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી.

જોકે એસટી બસના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી ત્વરિત નિર્ણય લઇ અને રસ્તાની વચ્ચે પડેલા ઝાડની મોટી ડાળીઓ જે વાહન વ્યવહારને નડતરરૂપ બને એવી હતી.તેને કાપી અને દૂર કરવાની કામગીરી કરી હતી. જે બાદ 108 એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો અહીંથી પસાર થઈ શક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...