કાર્યવાહી:સંખેડા એચ.એમ.પટેલ શોપિંગ સેન્ટરમાં વધારાના શેડનું દબાણ કટરથી દૂર કરાયું

સંખેડા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચાયત પાસે કેટલીક દુકાનના ઓટલાના દબાણ પર બુલડોઝર ચલાવાયું
  • કેટલાક દુકાનદારોએ સ્વેચ્છાએ પોતાના શેડ દૂર કરવા કાર્યવાહી કરી

સંખેડા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સતત દબાણ હટાવો ઝુંબેશ ચલાવી રહી છે. જેના ભાગરૂપે સંખેડા ગ્રામ પંચાયત દ્વારા તાજેતરમાં જ એચ.એમ. પટેલ શોપિંગ સેન્ટરના દુકાનદારોને નોટિસ આપીને તેમની દુકાનની બહાર શેડનું જે દબાણ હતું. એને દૂર કરવા માટે જણાવ્યું હતું.

ગ્રામ પંચાયત દ્વારા અપાયેલી નોટિસને જાણે ઘોળીને પી ગયા હોય એમ કેટલાક દુકાનદારો દ્વારા વધારાનું દબાણ દૂર કરાયું હતું. પરંતુ સોમવારે ગ્રામ પંચાયત દ્વારા કટર સાથે માણસ રાખીને વધારાનાનું દબાણ જાતે દૂર કરાવ્યું હતું. પંચાયતના હોદ્દેદારો કટર લઈને દબાણ દૂર કરવા નીકળતા કેટલાક દુકાનદારો સાનમાં સમજી જાતે જે જાતે એંગ્લો ઉતારવા ઉપર ચડ્યા હતા. કેટલાક દુકાનદારોએ જાતે સ્વેચ્છાએ પોતાના શેડ દૂર કરવા માટે પણ કાર્યવાહી કરી હતી. આ સિવાય પણ સંખેડા ગામની ભાગોળે ગ્રામ પંચાયત નજીકના વિસ્તારમાં આવેલી દુકાનોના વધારાના ઓટલા પણ જેસીબી ચલાવી તોડીને દૂર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...