પાકને ભારે નુકશાન:હાંડોદમાં મકાઈના પાકને વ્યાપક નુકસાન; વાવાઝોડાના કારણે તૈયાર થવા આવેલો મકાઈનો પાક રીતસર ઢળી પડ્યો

સંખેડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાંડોદ પંથકમાં ભારે પવનના કારણે મકાઈના પાકને ભારે નુકશાન થયું છે. - Divya Bhaskar
હાંડોદ પંથકમાં ભારે પવનના કારણે મકાઈના પાકને ભારે નુકશાન થયું છે.

સોમવારે સાંજે સંખેડા તાલુકામાં 35થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે મકાઈના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે. તૈયાર થવા આવેલો મકાઈનો પાક રીતસર ઢળી પડ્યો છે. ખેતીમાં વ્યાપક મોટું નુકસાન. ખેડૂતોમાં મોઢે આવેલો કોળિયો ઝુંટવાયો છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં સોમવારે સાંજે 35થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો. પવનની સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. આ અતિભારે પવનને કારણે ખેતીના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે. સંખેડા તાલુકાના હાંડોદ ખાતે મકાઈની ખેતીમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે.

મકાઈના છોડ ઉપર મકાઈના ડોડા તૈયાર થઈ ગયા હતા અને આ પવનને કારણે તૈયાર થયેલો આ પાક જમીનદોસ્ત થયો છે. મકાઈના છોડ ખેતરમાં બિલકુલ નમી ગયા છે. આડા પડી ગયા છે. જેને કારણે મકાઈની ખેતીમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે. અગાઉ ચોમાસામાં અતિભારે વરસાદને કારણે ખેતીમાં નુકશાન અને હવે ભારે પવનના કારણે મકાઈમાં નુકશાન, ખેડૂતો આ નુકશાન સામે વળતરની માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...