રાજીનામું:તા.કોંગ્રેસના માજી પ્રમુખનું તમામ હોદ્દા પરથી રાજીનામું

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંખેડામાં ખોટી પસંદગી કરાતાં રાજીનામું

સંખેડા તાલુકા કોંગ્રેસ માજી પ્રમુખ અને ગુજરાત કોંગ્રેસ લીગલ સેલના કારોબારી સભ્ય જયેશભાઇ રોયે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. સંખેડા વિધાનસભાના ઉમેદવારની ખોટી પસંદગી થતા રાજીનામું આપ્યું હતું.સંખેડા તા.કોંગ્રેસમાં 1998થી કાર્યરત જયેશભાઇ રોયે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.

તેઓ તાલુકા કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. સંખેડા તા.પં.ની ચૂંટણી પણ કોંગ્રેસના મેન્ડેટ ઉપર લડી ચૂક્યા છે. પરંતુ તાજેતરમાં જ સંખેડા વિધાનસભાની બેઠકની ચૂંટણી માટે જે ઉમેદવાર જાહેર કરાયો તેના પ્રત્યે નારાજગી વ્યક્ત કરી કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.

આ સાથે તેમણે ગુજરાત કોંગ્રેસ લીગલ સેલના કારોબારીના સભ્યપદેથી પણ રાજીનામું આપ્યું છે. તેમણે જણાવ્યું કે, સંખેડા બેઠક માટે નવા ઉમેદવારની જરૂર હતી. પરંતુ પ્રદેશ નેતાઓ દ્વારા આમાં કોઈ કાર્યવાહી ન કરાતાં રાજીનામું આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...