વાત ગામ ગામની:ગુંડેર પાસે વર્ષો બાદ પણ નદી ઉપર છલિયાની માગ જૈસે થે

સંખેડા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છલિયાના અભાવે ગુંડેરથી સંખેડા જવા દોઢ કિમીના બદલે 9 કિમીનો ફેરો થાય છે
  • માગ ન સંતોષાતાં ગ્રામજનોએ અગાઉ ચૂંટણીનો બહિષ્કાર પણ કર્યો હતો પરંતુ સમજાવટથી ગ્રામજનોએ મતદાન કર્યું હતું

સંખેડા તાલુકાના ગુંડેર ગામથી સંખેડા તરફ આવવાના ટૂંકા રસ્તા ઉપર ઉચ્ચ નદી આવે છે. આ રસ્તે માંડ દોઢ કિલોમીટરમાં સંખેડા આવી શકાય છે. જ્યારે વાયા હાંડોદ થઈને આવે તો 9 કિલોમીટરનો ફેરો થાય એમ છે. જેથી ગુંડેરના ગ્રામજનો દ્વારા ઉચ્ચ નદી ઉપર છલિયું બનાવવા માટેની માંગ કરાઈ રહી છે. પરંતુ તંત્ર દ્વારા આ માંગ સંતોષાઇ નથી.

સંખેડા તાલુકાના ગુંડેર ગામથી સંખેડા તરફ આવવાના રસ્તે માર્ગમાં ઉચ્છ નદી આવે છે. ઉચ્છ નદીના રસ્તે થઈ સંખેડા ટૂંકા અંતરે આવી શકાય એમ છે જ્યારે વાયા હાંડોદ થઈ લાંબું અંતર કાપવું પડે એમ છે. જેથી ગુંડેરના ગ્રામજનો દ્વારા ઘણા વર્ષોથી અહીંયા નદી ઉપર છલિયું બનાવવાની માંગ કરાઇ રહી છે જોકે આ માંગ ન સંતોષાતાં ભૂતકાળમાં એક વખત આ ગ્રામજનો ચૂંટણીનો બહિષ્કાર પણ કરી ચૂક્યા છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે એનો પણ બહિષ્કાર કરવાનું એલાન કરવામાં આવ્યું હતું. પરંતુ અધિકારીઓ અને કેટલાક રાજકીય પક્ષોની સમજાવટથી ગ્રામજનોએ મતદાન કર્યું હતું.

છલિયું બનાવવાની ખાસ જરૂર છે
ઉચ્છ નદી ઉપર છલિયું બનાવવાની જરૂર છે. અમારા ગામના છોકરાઓ અને ગામના લોકોને સંખેડા જવા-આવવા માટેનો આ ટૂંકો માર્ગ છે. > સુભાષભાઈ બારીયા, સ્થાનિક આગેવાન, ગુંડેર

અન્ય સમાચારો પણ છે...