ધોવાણ:અર્જુનનાથ મહાદેવ મંદિરની પાછળની જમીનનું ધોવાણ વધ્યું

સંખેડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંખેડા ધારાસભ્ય દ્વારા રજૂઆત કર્યા છતાં કોઈ કાર્યવાહી નહીં
  • નવું મંદિર બનાવવા માટેની શક્યતા ચકાસાઈ રહી છે

સંખેડા તાલુકાના અર્જુનનાથ મહાદેવ મંદિરની પાછળ થોડુંક નવું ધોવાણ વધ્યું છે. અર્જુનનાથ મહાદેવજીના મંદિરને બચાવી લેવા માટે ગામના આગેવાનો દ્વારા મીટીંગ કરાઇ હતી. બહારથી વિદ્વાન શાસ્ત્રી અને બોલાવી માર્ગદર્શન પણ લેવાયું હતું. ઉપરાંત સંખેડાના ધારાસભ્ય દ્વારામુખ્યમંત્રી અને પ્રવાસન મંત્રી તેમજ સિંચાઈ મંત્રીને પણ રજૂઆત કરાઈ છે. પરંતુ હજી આ દિશામાં કોઈ નવી નક્કર કાર્યવાહી થઇ નથી. મંદિરની નજીકમાં નવી જગ્યા ખરીદી ત્યાં આગળ નવું મંદિર બનાવવા માટેની શક્યતા પણ ચકાસાઈ રહી છે.

સંખેડા ખાતે ઉચ્છ નદીના કિનારે નકુલેશ્વર મહાદેવ અને અર્જુનનાથ મહાદેવનું મંદિર હતું. પરંતુ ઉચ્છ નદીમાં આવેલા વિનાશક પૂરમાં અર્જુનનાથ મહાદેવજીના મંદિરની બિલકુલ પાછળ લગોલગ આવેલ નકુલેશ્વર મહાદેવજીનું મંદિર પાણીમાં ધરાશાયી થયું હતું. અર્જુનનાથ મહાદેવ અને નકુલેશ્વર મહાદેવ એ સમગ્ર સંખેડા તાલુકાના રહીશો માટે ખૂબ જ આસ્થાનું કેન્દ્ર હતા. જો કે નકુલેશ્વર મહાદેવજીના મંદિર ધરાશાયી થયા બાદ હવે અર્જુનને મહાદેવજીના મંદિરની પાછળ પણ ધોવાણ થઈ રહ્યું છે. જેને લઇને સૌ દર્શનાર્થીઓ આગેવાનો ચિંતીત બન્યા છે. અર્જુનના મહાદેવજીના મંદિરને બચાવી લેવા માટે ગ્રામજનો દ્વારા બે વખત મિટિંગ પણ કરાઇ હતી. બહારથી વિદ્વાન શાસ્ત્રીઓને બોલાવી તેમનું માર્ગદર્શન પણ મેળવવામાં આવ્યું છે.

હાલમાં અર્જુનનાથ મહાદેવજીના મંદિરની આસપાસની જમીન પણ ખરીદી ત્યાં નવું મંદિર બનાવી શકાય કે કેમ તે અંગેની ચર્ચા પણ ચાલી રહી છે. તે માટે પણ અલગથી મિટિંગ યોજાઈ રહી છે. ચર્ચાઓના આ દૌરની વચ્ચે અર્જુનના મહાદેવજીના મંદિરની પાછળ હાલમાં થોડુંક નવું પણ ધોવાણ થયેલું જોવા મળ્યું હતું. જે પેવર બ્લોકનો ભાગ છે તેની નીચે ધોવાણ થયું છે. ઉપરાંત અહિયાં જુના કેટલોક ભાગ લટકતો જોવા મળતો હતો એ પણ ધરાશાયી થયો છે. જેથી સત્વરે અર્જુનનાથ મહાદેવજીના મંદિરને બચાવી શકાય એ માટે સ્થાનિક અને રાજકીય આગેવાનો આગળ આવી આ દિશામાં સત્વરે કાર્યવાહી હાથ ધરે અને એ દિશામાં નક્કર કામગીરી થાય એવી માગ પણ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...