ઉંચું નાળું બનાવવા માગ:ગરડા ગામની સીમમાં જવાના રસ્તે ધોવાણ થયું,આશરે 500 વીઘા જમીન આ વિસ્તારમાં છે

સંખેડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંખેડા તાલુકાના ગરડાની સીમમાં થયેલું ધોવાણ. - Divya Bhaskar
સંખેડા તાલુકાના ગરડાની સીમમાં થયેલું ધોવાણ.
  • ઉંચું નાળું બનાવવા ખેડૂતો દ્વારા માગ કરાઈ

સંખેડા તાલુકાના ગરડા ગામની સીમમાં જવાના રસ્તે વરસાદના કારણે વ્યાપક ધોવાણ થયું છે. મોટુ કોતર પડી ગયું છે. આશરે 500 વિઘા જમીન આ વિસ્તારમાં આવેલી છે. કોતરના કારણે ખેડુતોને ખેતરે જવા-આવવા તેમજ ખેતી માટેના સાધનો લાવવા લઇ-જવાની સમસ્યા છે. જેથી અહિયા નાળુ બનાવવા માટેની માગ ખેડુતો કરી રહ્યા છે.

સંખેડા તાલુકામાં તા.10 અને 11 જુલાઇના રોજ પડેલા અનરાધાર વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં વ્યાપક ધોવાણ થયું છે. જેમાં સંખેડા તાલુકાના ગરડા ગામની સીમમાં પણ વ્યાપક નુકશાન થયું છે. આ સીમમાં જવાના રસ્તા ઉપર વ્યાપક ધોવાણ થતા કોતર પડી ગયું છે. જેથી ખેડુતોને ખેતરે જવા-આવવાની મોટી સમસ્યા સર્જાઇ છે. એમાંય હજી ચોમાસુ તો ચાલુ જ છે.

જો હજી વધુ વરસાદ પડે વધુ ધોવાણ થઇ શકે એમ છે.આ રસ્તે આશરે 500 વિઘા જેટલી ખેતીની જમીન આવેલી છે. ખેડૂતોને તેમની ખેતીના સાધનો ખેતરે લઇ જવાની મુશ્કેલી આ કોતરના કારણે પડી રહી છે. જેથી સત્વરે અહિયા મોટુ ઉંચુ નાળુ બનાવવાની માગ સ્થાનિક ખેડૂતો કરી રહ્યા છે.

ખેડૂતોને ખેતરે જવા આવવામાં પડતી હાલાકી
વરસાદને કારણે અમારા ગામની સીમમાં ખેતરો તરફ જવાના રસ્તા ઉપ્ર વ્યાપક મોટુ ધોવાણ થયું છે. જેના કારણે ખેડુતોને ખેતરે જવા-આવવાની હાલાકી ભોગવવી પડે છે. આશરે 500 વિંઘા જમીન આ વિસ્તારમાં છે. ઉંચુ નાળુ બનાવવામાં આવે તો અમારી સમસ્યા હલ થાય. - ચંદ્રકાંતભાઇ બારીયા, ખેડુત, ગરડા

અન્ય સમાચારો પણ છે...