રેલવે:100 કિ.મી.ની ઝડપે ટ્રેન દોડાવવા બોડેલી સ્ટેશને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકનું કામ પૂર્ણ

સંખેડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
આગામી નવેમ્બર માસમાં વડોદરાથી છોટાઉદેપુર વિદ્યુતીકરણ સુવિધા સાથેની ટ્રેન પ્રતિ કલાક 100 કિમીની ઝડપે દોડતી કરવામાં આવશે. - Divya Bhaskar
આગામી નવેમ્બર માસમાં વડોદરાથી છોટાઉદેપુર વિદ્યુતીકરણ સુવિધા સાથેની ટ્રેન પ્રતિ કલાક 100 કિમીની ઝડપે દોડતી કરવામાં આવશે.
  • છુછાપુરા બાદ હવે બોડેલીમાં કામગીરી, નવેમ્બરમાં વડોદરાથી છોટાઉદેપુર વચ્ચે ટ્રેન દોડતી થશે
  • હવે જેતપુર-પાવી અને છોટાઉદેપુર રેલવે સ્ટેશને આ કામગીરી હાથ ધરાશે

નવેમ્બર મહિનામાં વડોદરાથી છોટાઉદેપુર વચ્ચે ઈલેકટ્રીક લાઈન રેલલાઈન અને છોટાઉદેપુરથી ખંડાલા સુધી ડીઝલ એન્જીન સાથે રેલવે શરૂ થશે. બોડેલી રેલવે સ્ટેશન ખાતે વિદ્યુતીકરણ અંતર્ગત ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોક અંગેની કામગીરી પૂર્ણ કરાઇ. હવે જેતપુર-પાવી અને છોટાઉદેપુર સ્ટેશને આ કામગીરી થશે. ટ્રેનની ઝડપ વધીને 100 કિલોમીટર પ્રતિ કલાકની થશે.

સંખેડા તાલુકાના છુછાપુરા રેલવે સ્ટેશને ગયા મહિને આ પ્રમાણેની કામગીરી કરવામાં આવી હતી. જે બાદ હવે બોડેલી રેલવે સ્ટેશને રેલવે વિદ્યુતીકરણ અંતર્ગત ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકની કામગીરી હાથ ધરાઈ હતી. જે બે દિવસમાં પૂર્ણ કરાય છે. આ લાઈન ઈલેકટ્રીક લાઈન થવાથી ટ્રેનની ઝડપ વધીને 100 કિમી પ્રતી કલાકની થશે.

હાલમાં ટ્રેનની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકની છે. પણ હવે લાઈન વિદ્યુતીકરણ વારી થવાને લીધે ટ્રેનની ઝડપ પ્રતિ કલાક 100 કિલોમીટરની થશે. જેથી મુસાફરીમાં લાગતો સમય ઘણો જ બચી જશે.

હાલમાં આ ઇલેક્ટ્રીકને લગતી કામગીરી વડોદરાથી શરૂ થઈ છોટાઉદેપુર સુધી પહોંચવા આવી છે. સંભવતઃ આ મહિનામાં આ કામગીરી પૂર્ણ થશે. જે બાદ નવેમ્બર મહિનામાં વડોદરાથી છોટાઉદેપુર વચ્ચે ઈલેક્ટ્રીક ટ્રેન દોડતી થશે.

CRS દ્વારા નિરીક્ષણ કરાયા બાદ ઈલેક્ટ્રિક લાઈન શરૂ કરવામાં આવશે
વડોદરા છોટાઉદેપુર વચ્ચે રેલવેની વિદ્યુતીકરણની કામગીરી કરાઇ છે. આ કામગીરી હાલમાં બોડેલી સ્ટેશને પૂરી થઈ છે. હવે પાવીજેતપુર અને છોટાઉદેપુર આ કામગીરી કરાશે. CRS દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવશે. આ નિરીક્ષણ થયા બાદ ઈલેકટ્રીક લાઈન શરૂ કરવામાં આવશે. ઈલેક્ટ્રીક લાઈનની સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાકની થાય એ રીતની કામગીરી કરાયેલી છે. > રાજકુમાર, ડેપ્યુટી CSTE, વડોદરા

ખંડાલાથી જોબટ સુધી માર્ચ 2022 સુધી કામ પૂર્ણ થશે
વડોદરાથી છોટાઉદેપુર અને છોટાઉદેપુરથી અલીરાજપુર સુધી રેલવે ટ્રેક છે. કોરોનાના કારણે ટ્રેન સુવિધા બંધ છે. પણ આગળ અલીરાજપુરથી ખંડાલા સુધી રેલવે ટ્રેક તૈયાર થઈ ગયો છે અને ખંડાલાથી આગળ જોબટ સુધી રેલવે ટ્રેકની કામગીરી ઝડપથી ચાલી રહી છે. માર્ચ 2022 સુધીમાં આ કામગીરી જોબટ સુધી પૂરી થવાની શક્યતા હોવાનું પણ અત્રે જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...