આયોજન:સંખેડા APMCના ચેરમેનની ચૂંટણી 14 ઓક્ટોબરે યોજાશે

સંખેડા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા રજિસ્ટ્રારે અનિવાર્ય સંજોગોના કારણે ચૂંટણી મુલતવી રાખી હતી
  • હાઈકોર્ટના ઓરલ ઓર્ડર બાદ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા એજન્ડા કાઢવામાં આવ્યો

સંખેડા એપીએમસીના ચેરમેનની ચૂંટણી તારીખ 14 ઓક્ટોબરના રોજ યોજવા માટે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા એજન્ડા કઢાયો. હાઇકોર્ટના ઓરલ ઓર્ડર બાદ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા એજન્ડા કાઢવામાં આવ્યો છે. અગાઉ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા અનિવાર્ય સંજોગોના કારણે ચેરમેનની ચૂંટણી મોકૂફ રખાઇ હતી. જેના વિરોધમાં સંખેડા એપીએમસીના ઇન્ચાર્જ ચેરમેન હાઇકોર્ટ ગયા હતા. અગાઉ છોટાઉદેપુર જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા સંખેડા એપીએમસીના ચેરમેનની ચૂંટણી તા 10 ઓગસ્ટના રોજ રાખવા માટેનો એજન્ડા કઢાયો હતો.

પણ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ચેરમેનની ચૂંટણી અનિવાર્ય સંજોગોના કારણે મુલત્વી રાખવા માટેનો એજન્ડા ચેરમેનની ચૂંટણીના આગલા દિવસે સાંજના સમયે એજન્ડા કાઢ્યો હતો. જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા અનિવાર્ય સંજોગોને કારણે ચેરમેનની ચૂંટણી મુલતવી રાખવાનો એજન્ડા કઢાતા તેના વિરુદ્ધ સંખેડા એપીએમસીના ઇન્ચાર્જ ચેરમેન હેમરાજસિંહ મહારાહુલ હાઇકોર્ટ ગયા હતા. અને ત્યાં કેસ દાખલ કર્યો હતો. હાઇકોર્ટમાં આ કેસ ચાલી જતાં હાઇકોર્ટે સંખેડા એપીએમસીના ચેરમેનની ચૂંટણી યોજવા માટે ઓરલ ઓર્ડર કરતાં આખરે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ચેરમેનની ચૂંટણી માટેનો એજન્ડા કાઢવામાં આવ્યો છે.

જે મુજબ સંખેડા એપીએમસીના ચેરમેનની ચૂંટણી આગામી તારીખ 14 ઓક્ટોબરના રોજ યોજવામાં આવશે.આ બાબતે સંખેડા એપીએમસીના ઇન્ચાર્જ ચેરમેન હેમરાજ સિંહ મહારાઉલનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે, “જિલ્લા રજિસ્ટારે ચૂંટણી ગેરકાયદેસર રીતે અટકાવી હતી.

એટલે હાઇકોર્ટમાં જવું પડ્યું હતું. હાઇકોટૅ ઓરલ ઓર્ડર કરતાં ચૂંટણીનો એજન્ડા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કાઢવામાં આવ્યો છે.’ આ બાબતે જિલ્લા રજિસ્ટ્રાર બી.સી. ચૌધરીનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે, “સંખેડા એપીએમસીના ચેરમેનની ચૂંટણી તારીખ 14મીના રોજ યોજાશે. અનિવાર્ય કારણોસર ચેરમેનની ચૂંટણી મોકૂફ રખાઇ હતી. જેથી હાઈકોર્ટે ઓર્ડર કરતાં એજન્ડા કઢાયો છે.’

એક ડિરેકટરની ચૂંટણી ચાલુ રહેશે
સંખેડા એપીએમસીના એક ડિરેક્ટર માટેની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલો છે. જે મુજબ ઉમેદવારીપત્રો ભરાઈ ગયા છે. ઉમેદવારીપત્રોની ચકાસણી થઈ ગઈ છે. કુલ પાંચ ઉમેદવારીપત્રો ભરાયા છે. તા. 8મીના રોજ ઉમેદવારી પત્ર ખેંચવાની તારીખ છે. જે બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...