ચૂંટણી:સંખેડાની ગ્રામ પંચાયતોના ઉપ સરપંચની ચૂંટણી યોજાશે

સંખેડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તા. 17થી 19 વચ્ચે તમામ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થશે

સંખેડા તાલુકાની 37 ગ્રામ પંચાયતોના ડેપ્યુટી સરપંચની ચૂંટણી તા.17થી 19 જાન્યુઆરી વચ્ચે યોજાશે. જેના માટે અધ્યાસી અધિકારીઓની નિમણૂક કરાઇ છે.સંખેડા તાલુકાની 37 ગ્રામ પંચાયતોની ચૂંટણી તા.19 ડિસેમ્બરના રોજ યોજાઇ હતી. જે બાદ તા.21 જાન્યુઆરીના રોજ મત ગણતરી હાથ ધરાઇ હતી અને તા.22 ડિસેમ્બર સવાર સુધી મત ગણતરી ચાલુ રહી હતી. આ ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ચૂંટાયેલા સરપંચ-સભ્યો જાહેર થયા હતા.ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ ગ્રામ પંચાયતની સભા 4 અઠવાડીયામાં બોલાવવાની થાય છે. તેમજ પ્રથમ સભામાં ઉપ સરપંચની ચૂંટણી થાય છે.

જેથી તાલુકા વિકાસ અધિકારી ભૂમિકા રાઓલે તા.17થી 19 જાન્યુઆરી દરમિયાન ડેપ્યુટી સરપંચની ચૂંટણી કરવા માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ જાહેરાત મુજબ તા.17 જાન્યુઆરીના રોજ 13 ગ્રામ પંચાયતોના ડેપ્યુટી સરપંચની, તા.18 જાન્યુઆરીના રોજ 13 ગ્રામ પંચાયતોના ડેપ્યુટી સરપંચની અને તા.19 જાન્યુઆરીના રોજ 11 ગ્રામ પંચાયતોના ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાશે. તમામ ગ્રામ પંચાયતોમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી બપોરે 2 કલાકે યોજાશે. આ ચૂંટણીમાં અધ્યાસી અધિકારીઓની નિમણક માટેનો આદેશ પણ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...