નિમણૂક:સંખેડા, કરજણ, નસવાડીની 85 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનો ધમધમાટ : ચૂંટણી અધિકારી નિમાયા

સંખેડા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા માટે ઉમેદવારો થનગની રહ્યા છે, નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર સહિતનાની નિમણૂક
  • 19 ડિસેમ્બરના રોજ સંખેડામાં ચૂંટણી યોજાશે

સંખેડા તાલુકાની 37 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ છે. નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર, વિસ્તરણ અધિકારીઓ વિગેરેની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરાઈ છે.આગામી 19 ડિસેમ્બરના રોજ સંખેડા તાલુકાની 37 ગ્રામ પંચાયતોના સરપંચની અને 313 વોર્ડની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી માટે ચૂંટણી પ્રક્રિયા કરવા ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઇ છે.

સંખેડા મામલતદાર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ સંખેડા તાલુકાની સંખેડા, ગુંડેર, માલપુર, ફતેપુર આ ગ્રામ પંચાયતો માટે ચૂંટણી અધિકારી બી.કે.રાઠવા અને ના.ચૂંટણી અધિકારી એસ.એ.રબારી. કાવિઠા, માલુ, સનોલી, આનંદપુરા અને કસુંબિયા ગ્રામ પંચાયત માટે ચૂંટણી અધિકારી કે.એમ.પરમાર અને મ.ચૂંટણી અધિકારી જય.એસ.પોપટ છે.

હાંડોદ,ગુંડિચા,રતનપુર(ક)અને પીપળસટ ગ્રામ પંચાયત માટે ચૂંટણી અધિકારી આર.આર.વસાવા અને મ.ચૂંટણી અધિકારી વી.બી.સોલંકી છે. આકાખેડા, આંબાપુરા, અરીઠા, બોરતળાવ અને રામપુરા ગ્રામ પંચાયત માટે ચૂંટણી અધિકારી જે.એ.પરમાર અને મ. ચૂંટણી અધિકારી વી.ડી.જાપડીયા છે. બહાદરપુર, ભુલવણ, લોટીયા અને કંડેવાર ગ્રામ પંચાયત માટે ચૂંટણી અધિકારી વૈશાલી કે.રાવ અને મ.ચૂંટણી અધિકારી કે.બી.પ્રજાપતિ છે.

દેરોલી, વાસણા, વાઘેથા, સરસિંડા(ઝ) અને ધોળી ગ્રામ પંચાયત માટે ચૂંટણી અધિકારી એસ.એમ.કોલસા અને મ. ચૂંટણી અધિકારી ડી.વી.રાઠવા છે. પરવેટા, ગરડા, સરસિંડા(ચો) અને કંટેશ્વર માટે ચુ.અ. ઋત્વિક પટેલ અને મ.ચૂંટણી અધિકારી પી.સી.પટેલ છે. નંદપુર,કઠોલી, કાશીપુરા,વાસણ(સે)અને ઘોડા (બો) માટે ચૂંટણી અધિકારી મગનભાઈ રાઠવા અને મ.ચૂંટણી અધિકારી રાકેશભાઈ રોહિત છે.

અન્ય સમાચારો પણ છે...