ચૂંટણી બહિષ્કાર:વડદલા, ચૈના અને હાંફેશ્વર વસાહતમાં ચૂંટણી બહિષ્કારના બેનર લગાવાયા

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડદલા ગામે ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા હતા. - Divya Bhaskar
વડદલા ગામે ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા હતા.
  • ‘અલગ પંચાયત નહીં તો વોટ નહીં’ના સૂત્ર દ્વારા ચૂંટણી બહિષ્કાર કરાયો

સંખેડા તાલુકાના વિભાજન બાદ વડલાને બોડેલી તાલુકામાં સમાવાયું હતું. પણ વર્ષ 2016માં થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વડદલાનો સમાવેશ ન તો બોડેલી તાલુકામાં કરાયો હતો કે ના તો સંખેડા તાલુકામાં કરાયો હતો. આ વર્ષે યોજાઈ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વડદલાનો સમાવેશ વાસણા ગ્રામ પં.માં કરાયો છે. જે સંખેડા તાલુકામાં આવે છે.

વડદલાના ગ્રામજનો દ્વારા તાલુકા કક્ષાથી સરકાર સુધી અનેક લેખિત રજૂઆત કરી વડદલાને અલગ પંચાયત બનાવવા કે નજીકની કોઈ પંચાયતમાં સમાવવા અનેક વખત રજૂઆતો કરી છે. પણ સરકાર દ્વારા આઠ વર્ષથી આ અંગે કોઇ જ નક્કર કાર્યવાહી ન થતાં આખરે ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કરાયું છે. આના ભાગરૂપે વડદલા, ચૈના, હાફેશ્વર વસાહતમાં ચૂંટણી બહિષ્કારના બેનરો ગ્રામજનો દ્વારા લગાડાયા છે. આ ત્રણ જગ્યાએ કુલ 3 વોર્ડ પણ આવેલા છે. પણ વાસણા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ આ ત્રણેય વોર્ડમાં આ વસાહતમાંથી કોઈએ પણ ઉમેદવારી નોંધાવી નથી.

અન્ય સમાચારો પણ છે...