તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંખેડા તાલુકાના પરવેટા ગામે પીવાના પાણીની સમસ્યાને લઇ તેમજ અન્ય અનેક સમસ્યાઓને લઈને ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો હતો. ગામની એક મહિલાએ તો ઇચ્છામૃત્યુની માંગ પણ કરી હતી. સંખેડા તાલુકાના છેવાડે પરવેટા ગામ આવેલું છે. આ ગામમાં પીવાના પાણીની સમસ્યા ગંભીર બનેલી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. ગામમાં શાળા પાસે એક બોર છે. ત્યાં મહિલાઓ પાણી ભરવા આવે છે.
લાઈટો જાય તો નજીક આવેલી હેરણ નદીએ જવું પડે છે. નદીએ જવાનો માર્ગ જોખમી છે. ક્યારેક મહિલા પડી જાય તો ક્યારેક માથે મુકેલ બેડા પડી પણ જાય છે. ગામમાં પીવાના પાણી ઉપરાંત અન્ય પ્રાથમિક સુવિધાઓ પણ અપૂરતી છે.ગામમાં એસટી બસ પણ આવતી નથી. જેના કારણે ગામની વિદ્યાર્થિનીઓને પણ શાળાએ ભણવા જવા આવવાની મુશ્કેલી પડે છે.
વડોદરા ભણવા જવું હોય તો બસ નથી
અમારે અભ્યાસ છોકરીઓમાં સૌથી ઓછો છે. આગળ ભણવા જવા માટે બસ નથી કે બીજી કોઈ સુવિધા નથી. સરકારને વિનંતી છે કે બસની સુવિધા આપે.આગળ ભણવા જવું તો કેવી રીતે જઈએ.બેટી બચાવો બેટી પઢાવો અભિયાન કાગળ ઉપર જ છે. ડભોઇ વડોદરા ભણવા જવું હોય તો કેવી રીતે જવું ? - તડવી નેહાબેન, પરવેટા
પાણી ના મળે તો એના કરતાં મરી જવું સારું
આ ગામમાં પીવાના પાણીની મોટી સમસ્યા છે. પ્રાથમિક શાળાના બોરથી પાણી લાવવું પડે છે. નદીએથી પાણી પણ લાવવું પડે છે. રાષ્ટ્રપતિને ઈચ્છામૃત્યુની અપીલ કરી છે.પાણી નહીં મળે તો એના કરતા મરી જવું સારું.આ પ્રશ્ન મેં ઉઠાવ્યો છે મારી સાથે ગામની બધી મહિલાઓએ આ પ્રશ્ન ઉઠાવશે.ગામમાં પાણીની લાઈન નથી. - ચૌહાણ હીનાબેન, પરવેટા
વારંવાર રજૂઆત છતાં કંઇ થતું નથી
અમારા ગામમાં પાણીની સમસ્યા,ગટરલાઈનની સમસ્યા છે.ચોમાસામાં પાણી ભરાઈ જાય છે.વારંવાર રજુઆત કરવા છંતા કશું થતું નથી.એટલે અમે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે. - ખુશાલભાઈ રોહિત, પરવેટા
નેતાઓ લોલીપોપ આપી જતા રહે છે
પરવેટા બોર્ડર પરનું ગામ છે. અમારા ગામ માટે મોટી સમસ્યા પાણીની છે. પાણીની જૂની ટાંકી તોડી નંખાઈ છે. આજદિન સુધી નવી ટાંકી બની નથી. લાઈન પણ નથી. ચૂંટણી આવે ત્યારે અધિકારી નેતાઓ આવે છે અને લોલીપોપ આપીને જતા રહે છે. > જશવંતસિંહ ચંદ્રસિંહ, પરવેટા
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.