સુવિધા:પહેલા નોરતે સંખેડાના ફર્નિચરથી સજ્જ રૂા. 3 કરોડના રેસ્ટ હાઉસનું ઈ-લોકાર્પણ

સંખેડા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંખેડામાં 3 વર્ષે 3 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવા રેસ્ટ હાઉસનું ઇ લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યું હતું. - Divya Bhaskar
સંખેડામાં 3 વર્ષે 3 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવા રેસ્ટ હાઉસનું ઇ લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યું હતું.
  • ત્રણ વર્ષે બનેલા રેસ્ટ હાઉસને મુખ્યમંત્રીએ બોચાસણથી ખુલ્લું મૂક્યું

નવરાત્રીના પહેલા નોરતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇ લોકાર્પણ થકી સંખેડાના નવનિર્મિત રેસ્ટ હાઉસનું લોકાર્પણ કર્યું. 3 કરોડ રૂપિયાના ખર્ચે ખાત મુહૂર્તના 3 વર્ષે આ રેસ્ટ હાઉસ બન્યું છે. જેમાં સંખેડાનું વિશ્વ પ્રસિદ્ધ સોનેરી ફર્નિચર મૂકવામાં આવ્યું છે. સંખેડા ખાતે રેસ્ટ હાઉસના કામનું ખાતમુહૂર્ત ત્રણ વરસ અગાઉ નવરાત્રી દરમિયાન સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીના હસ્તે કરાયું હતું. 3 કરોડ રૂપિયા આ રેસ્ટ હાઉસ માટે મંજૂર થયા હતા. સંખેડા ગામમાં કોઈ પણ વિશ્રામ ગૃહ ન હોવાના કારણે ફરજ ઉપર આવેલા અધિકારીઓ-પદાધિકારીઓને મુશ્કેલી પડતી હતી.

બોચાસણથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંખેડા ખાતે બનેલા નવીન રેસ્ટ હાઉસનું ઇ લોકાર્પણ કર્યું હતું. સંખેડા ખાતે આ ઇ લોકાર્પણ પ્રસંગે સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી, છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, જિ.પં.પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ, ડી.ડી.ઓ. ગંગાસિંહ, છોટાઉદેપુર જિ.ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા, મહામંત્રી રાજેશ પટેલ, સંખેડા તા.પં. પ્રમુખ સંજયભાઈ દેસાઈ, સ્ટેટ આર.એન્ડ બી.ના કાર્યપાલક ઈજનેર અમરસિંહ રાઠવા, ડી.ઇ.ગૌતમભાઈ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંખેડા ખાતે ત્રણ વરસ અગાઉ જે રેસ્ટ હાઉસનું ખાતમુહૂર્ત થયું હતું એનું 3 કરોડ રૂપિયાના ખર્ચે 3 વર્ષે કામ થયું છે. આ રેસ્ટ હાઉસમાં સંખેડાનું વિશ્વપ્રસિદ્ધ સોનેરી ફર્નિચર મુકાયું છે.

સંખેડાના રેસ્ટ હાઉસમાં કઇ કઇ સુવિધાઓ છે
સંખેડા રેસ્ટ હાઉસમાં 2 વી.વી.આઈ.પી. સ્યુટ, ડીલક્ષ સ્યુટ 5,કોનફરન્સ હોલ, વી.વી.આઈ.પી. ડાઈનિંગ હોલ, જનરલ ડાઈનિંગ હોલ, ગાર્ડન તેમજ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

CMના ભાષણ ટાણે મંડપ અડધો ખાલી થયો
રેસ્ટ હાઉસના લોકાર્પણ ટાણે મુખ્યમંત્રીનું જે વખતે ભાષણ ચાલતું હતું તે સમયે મંડપ અડધો ખાલી થઈ ગયો હતો. કાર્યક્રમ શરૂ થતા પહેલાં મંડપ ભરાયેલો દેખાતો હતો. બાદ ગરમીના કારણે કાર્યક્રમ મોડો ચાલુ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...