ભાસ્કર વિશેષ:સિઝનમાં 35000 લોકોએ વઢવાણામાં પક્ષીદર્શન કર્યું

સંખેડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
વઢવાણા તળાવ કિનારે અત્યાર સુધી 35000થી વધુ પ્રવાસીઓએ આપી પક્ષીદર્શનનો લાભ લીધો છે. - Divya Bhaskar
વઢવાણા તળાવ કિનારે અત્યાર સુધી 35000થી વધુ પ્રવાસીઓએ આપી પક્ષીદર્શનનો લાભ લીધો છે.
  • વન ડે પિકનિક માટે વડોદરા-છોટાઉદેપુર સરહદે આવેલું તળાવ આદર્શ સ્થળ બન્યું

વડોદરા-છોટાઉદેપુર જિલ્લાની સરહદે આવેલા વઢવાણા તળાવ ખાતે યાયાવર પક્ષીઓને જોવા માટે આ સિઝનમાં અત્યાર સુધી 35 હજારથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા. વન ડે પિકનિક માટે વઢવાણા તળાવ આદર્શ સ્થળ બન્યું છે.

વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની સરહદે ડભોઇ તાલુકાના વઢવાણા અને સંખેડા તાલુકાના માંજરોલ વચ્ચે વઢવાણા તળાવ આવેલું છે. આમ તો આ તળાવ આ વિસ્તારના ખેડૂતોને ખેતીની સિંચાઇ માટે પાણી મળી રહે તે માટે પ્રજાવત્સલ રાજા સ્વ. સયાજીરાવ ગાયકવાડ સરકારે બનાવ્યું હતું.

દર વર્ષે શિયાળાના આગમન સાથે વિદેશના પક્ષીઓ મોટી સંખ્યામાં વઢવાણા તળાવના મહેમાન બને છે. વિદેશી પક્ષીઓને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવે છે. ખાસ કરીને શનિ-રવિની રજા અને તહેવારોની રજામાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. ફોટોગ્રાફીના શોખીનો ફોટોગ્રાફી કરતા હોય છે. કોઈ દૂરબીનથી પક્ષીઓને જોવાનો આનંદ મેળવતા હોય છે. તો કોઈ મોબાઈલથી પક્ષીઓના ફોટા ક્લિક કરવાનો પ્રયત્ન કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...