બેદરકારી:રેલવેની ગંભીર લાપરવાહીથી બહાદરપુર પાસે ખુલ્લા ફાટકે ટ્રેનનું એન્જિન પસાર થયું

સંખેડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંખેડા તાલુકાના બાદરપુર પાસેની રેલવેની જે ફાટક છે તે આજે ખુલ્લી હતી. તે વખતે ત્યાંથી એક એન્જિન પસાર થયું હતું. સદનસીબે કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. પણ આ બનાવને કારણે રેલવે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી. વડોદરા છોટાઉદેપુર વચ્ચે લોકડાઉન સમયથી પેસેન્જર ટ્રેન સુવિધા બંધ છે. બહાદરપુર પાસેથી પસાર થતા રેલવે ટ્રેક ઉપર એક એન્જિન પસાર થયું હતું. આ એન્જિન પસાર થવાના સમયે એન્જિનની સિટીનો અવાજ સાંભળીને ફાટકની બંને બાજુ વાહન ચાલકો ઊભા રહી ગયા હતા. જો કે અહીંની જે ફાટક બંધ કરવામાં આવી નહોતી. ફાટક ખુલ્લી રહી અને અહીંયાથી એન્જીન પસાર થઇ ગયુ હતું.

અન્ય સમાચારો પણ છે...