સ્થાનિકોમાં રોષની લાગણી:પાણી વિતરણનો સમય વારંવાર બદલાવાને લઈ લોકોને હાલાકી, સંખેડામાં 10 દિવસથી પાણી વિતરણનો સમય ગમે ત્યારે બદલાય છે

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયત દ્વારા આગોતરી જાણ કરાતી નથી

સંખેડા ગ્રામ પંચાયત વિસ્તારમાં છેલ્લા દશેક દિવસથી પાણી અપાય છે. તેના સમયમાં ફેરફાર થયે રાખે છે. જેને લઇને સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે. પાણીનો સમય નિયમિત હોવા છતાં ગમે ત્યારે પાણી આવે છે. જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સંખેડા ગ્રામ પંચાયત વિસ્તારમાં દશેક દિવસથી અપાતા પાણીના સમયમાં અચાનક જ ફેરફાર થઈ જાય છે. જેને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે.

ગ્રામ પંચાયત દ્વારા અપાતા પાણીના સમયમાં ફેરફાર અંગે ગામમાં ન તો ઢંઢેરો પિટાવાય છે કે ન તો કોઈ આગોતરી જાણ કરાય છે. જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પંચાયતના પાણીના વિતરણનો અણઘડ વહીવટ સામે આવ્યો છે. વિવિધ ફળિયામાં પાણી છોડવાનો સમય અલગ-અલગ છે.પણ લાંબા સમયથી જે બે ટાઈમ પાણી અપાતું હતું એ બંન્ને ટાઈમમાં ગમે ત્યારે ફેરફાર થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...