તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કુંડિયા-પરવેટા રોડ પર કપાસ ભરેલી પિકઅપ પલટી જતાં ચાલકનું મોત

સંખેડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કુંડિયા-પરવેટા રોડ ઉપર કપાસ ભરેલી પિકઅપ પલટી ખાઈ જતા ચાલકનું ઘટના સ્થાળે મોત થયું હતું. - Divya Bhaskar
કુંડિયા-પરવેટા રોડ ઉપર કપાસ ભરેલી પિકઅપ પલટી ખાઈ જતા ચાલકનું ઘટના સ્થાળે મોત થયું હતું.
  • પિકઅપ ગાડીની એક્સલ તૂટી જતાં પલટી ગઈ હતી
  • મૃતક કલેડિયા જીનમાં કપાસ આપવા ચલામલીથી નીકળ્યા હતા

સંખેડા તાલુકાના પરવેટાથી કુંડીય રોડ ઉપર કપાસ ભરેલ બોલેરો પીકઅપ ગાડીની એક્ષલ તૂટી જતા પલટી ખાઈ જતા તેના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ચલામલી ગામે રહેતો વિકેશભાઈ નાયક ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. તે છેલ્લા ચાર વર્ષથી તેમના ગામના હુસેનભાઇ મન્સૂરીની બોલેરો પિકઅપ ગાડી ચલાવે છે.

વિકેશભાઈ હુસેનભાઈ ભીખાભાઈ મન્સૂરી દુકાનેથી તેમની બોલેરો ગાડી લઈને કપાસ ભરીને કપાસની ગાડી લઈને કલેડીયા જીનમાં કપાસ આપવા માટે ચલામલીથી નીકળેલો. કલેડિયા જીમમાં કપાસ આપવા માટે ગયેલો પરંતુ જીનમાં કપાસ લીધેલો ના હોવાથી કપાસ ભરેલી બોલેરો પીકપ લઈને પરત આવતો હતો. ત્યારે કુંડીયા પરવેટા રોડ ઉપરથી પસાર થતો હતો. તે વખતે રોડ ઉપર ગાડી પલટી ખાઈ જતા વિકેશભાઈને માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું. આ બોલેરો ગાડીની એકસલ તૂટી જવાથી ગાડી રોડ ઉપર પલટી ખાઈ જવાથી અકસ્માત સર્જાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો