તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંખેડા તાલુકાના માલુ વસાહતમાં છેલ્લા કેટલાય વર્ષોથી પીવાનું પાણી ટેન્કર મારફતે પૂરું પાડવામાં આવે છે. આ વસાહતની પાણીની કાયમી સમસ્યા હલ કરવા આ વિસ્તારના આગેવાન હીરાભાઈ દ્વારા અવારનવાર રજૂઆત કરાયેલી છે.સંખેડા તાલુકાની માલુ વસાહતમાં રોજ ચાર ટેન્કર મારફતે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ વસાહતમાં પીવાના પાણીની સમસ્યા લાંબા સમયથી છે. પણ આ સમસ્યાનું હલ કરવામાં તંત્ર પૂરતી ઝડપ ન દાખવતું હોવાને કારણે પાણીની સમસ્યા હજી સુધી હું થઈ નથી.
આ વસાહતમાં જ્યારે ટેન્કર આવે છે ત્યારે પાણી ભરવા માટે નાના-મોટા સૌ કોઈ આવી પહોંચે છે. પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે. પણ તંત્ર જે ત્વરિતતાથી કામ કરવું જોઈએ એટલી ત્વરિતતા સાથે કામ ન કરતું હોવાનો આક્ષેપ આ વિસ્તારના આગેવાન અને તાલુકા પંચાયતના માજી સભ્ય હીરાભાઈ દ્વારા કરાયો છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા સત્વરે પાણીની આ વિસ્તારની સમસ્યા હલ કરવામાં આવે એ માટે પણ આગેવાનો દ્વારા રજૂઆતો કરાયેલી છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.