ભાસ્કર વિશેષ:તેજગઢ ખાતે રમાયેલી વહીવટી પાંખ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લા પંચાયતની ટીમ વિજેતા બની

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વહીવટી પાંખ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લા  પંચાયત ની ટીમ વિજેતા થઈ હતી. - Divya Bhaskar
વહીવટી પાંખ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લા પંચાયત ની ટીમ વિજેતા થઈ હતી.
  • યુવાનોને મોબાઈલની ગેમમાંથી બહાર લાવવા સંદેશ પાઠવ્યો

છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતે રમાયેલી વહીવટી પાંખ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લા પંચાયતની ટીમ વિજેતા બની હતી. છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા પ્રતિ વર્ષે યોજાતી જિલ્લાના વિવિધ વિભાગોના કર્મચારીઓની ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કરવાનું સદભાગ્ય તેજગઢ ગ્રામ પંચાયતના જાગૃત યુવાન સરપંચ નરસિંહ રાઠવાના ભાગે આવતા આ ટુર્નામેન્ટ તેજગઢ એ. એન. પંચોલી હાઈસ્કૂલની પાછળના ભાગે આવેલ મેદાન ખાતે ખૂબ જ ઉત્સાહપૂર્વક ખેલદિલીની ભાવના સાથે સંપન્ન થઈ હતી.

ગઈકાલે આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ મોડી રાત સુધી ચાલી હતી. જેમાં જિલ્લા પંચાયતના કર્મચારીઓની ટીમ અને પ્રાયોજના વહીવટદાર કચેરીના કર્મચારીઓ વચ્ચે ક્રિકેટ મેચ રમાઇ હતી. જેમાં છેલ્લા 3 વર્ષથી વિજેતા થતી જિલ્લા પંચાયત કર્મચારીઓની ટીમ વિજેતા થઇ હતી.

આ ટુર્નામેન્ટની ખાસ વિશેષતા એ રહી કે જિલ્લા વિકાસ અધિકારી ગંગા સિંઘે પણ આ ટુર્નામેન્ટમાં એક સામાન્ય રમત વીર તરીકે જિલ્લા પંચાયતના કર્મચારીઓની ટીમમાં ભાગ લઇ બેટિંગ ફિલ્ડીંગ કરી ખેલદિલીની ભાવના સાથે જિલ્લાના યુવાનોને મોબાઇલની ગેમમાંથી બહાર નીકળી મેદાની રમત તરફ વળવાનો સંદેશો પાઠવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...