તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:લોટિયા ગામે જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિનની ઉજવણી

સંખેડા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોટીયા ગામે ઉર્મિલાબેન રશ્મિકાંત વસાવાના ઘરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70માં જન્મદિનની ઉજવણી મહિલા મોરચા દ્વારા કરાઈ હતી. આ પ્રસંગે મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી નિમિત્તે કેક કાપવામાં આવી હતી. ઉપરાંત ભારત દેશનો નકશો ફૂલોથી બનાવી તેમાં વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રંગોળી બનાવવામાં આવી હતી.

આ પ્રસંગે મનરેગા ડિરેકટર ઊર્મિલાબેન વસાવા, સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ અરુણાબેન તડવી, કારોબારી સમિતિ અધ્યક્ષ દિપ્તીબેન મોચી, ઉષાબેન પટેલ, નયનાબેન તડવી, સુમિત્રાબેન બારિયા, ગીતાબેન પાઠક તેમજ રશ્મિકાંત વસાવા, રાજેશ વડેલી, કાંતિભાઈ તડવી, વિનોદ સક્સેના, સંજય તડવી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...