સુવિધા:ગુંડેરના સેવાસેતુમાં 2715 અરજીઓનો સ્થળ પર નિકાલ

સંખેડા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંખેડા તા. પંચા. પ્રમુખ દ્વારા ઉદઘાટન કરાયું

હાલમાં સાતમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત સંખેડા તાલુકાના માંજરોલ, વાસણા, સિંહ, આદ્રા સહિતના વિવિધ ગામોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાય ચૂક્યો છે.

સેવાસેતુ કાર્યક્રમમાં સ્થાનિક કક્ષાએ તમામ સરકારી યોજનાઓનો લાભ કોને મળી રહે એ મુજબ આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં ખાસ કરીને રેશનકાર્ડમાં નામ ઉમેરવું નામ, કમી કરાવવુ,આધારકાર્ડ કઢાવવું, કોરોનાની રસી મુકાવી અન્ય આરોગ્યલક્ષી સુવિધાઓ વિગેરે સ્થાનિકોને સ્થળ ઉપર જ મળી રહે એ મુજબનું આયોજન કરવામાં આવતું હોય છે.

ગુંડેર ગામે યોજાયેલા આ સેવા સેતુ કાર્યક્રમનું ઉદઘાટન સંખેડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. સવારથી સાંજ સુધી ચાલેલા સેવાસેતુ કાર્યક્રમમાં દિવસ દરમિયાન કુલ 2715 અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...