સેવાસેતુ કાર્યક્રમ:નંદપુર સેવાસેતુમાં 2101 અરજીનો સ્થળ ઉપર નિકાલ

સંખેડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
નંદપુર સેવાસેતુ કાર્યક્રમમાં 2101 અરજીનો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો હતો. - Divya Bhaskar
નંદપુર સેવાસેતુ કાર્યક્રમમાં 2101 અરજીનો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો હતો.
  • ભાસ્કર વિશેષ | રેવન્યુ રેકર્ડ માટેની 4 વારસાઈની અરજી સ્થળ ઉપર જ મંજૂર કરવામાં આવી હતી

સંખેડા તાલુકાના નંદપુર ગામે 8માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. 2101 અરજીનો સ્થળ ઉપર જ નિકાલ કરાયો હતો. રેવન્યુ રેકર્ડ માટેની 4 વારસાઈની અરજી સ્થળ ઉપર જ મંજૂર કરાઈ હતી. રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાની એક અરજી નામંજૂર થઈ હતી. પ્રજાને ઘર આંગણે જ તમામ સેવાકીય સરકારી સુવિધાઓ જેવી કે આવક-જાતિના દાખલા, રેશન કાર્ડમાં નામ ઉમેરવા, આધારકાર્ડ કઢાવવા, આધારકાર્ડ, રેવન્યુ રેકર્ડ માટે વારસાઈ અરજી જેવા કામો વિવિધ વિભાગના કામો માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાય છે.

સંખેડા તાલુકાના નંદપુર ગામે યોજાયેલા આઠમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી, તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દેસાઈ, મામલતદાર વી.જે. શાહ સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ અત્રે ઉપસ્થિત રહ્યા હતા. સવારથી સાંજ સુધી ચાલેલા સેવા સેતુ કાર્યક્રમમાં કુલ 2102 અરજીઓ આવી હતી. જેમાંથી 2101 અરજીઓની સ્થળ ઉપર જ નિકાલ કરાયો હતો.

​​​​​​​સેવાસેતુ કાર્યક્રમમાં વારસાઈ અરજીનો સ્થળ ઉપર જ નિકાલ કરવા માટે ખાસ આયોજન કરાયું છે. વારસાઈ માટે અરજદારને અનેક ધક્કા થતા હોવા અને નાણાકીય ખર્ચ પણ થતો હોય છે. તેનો આમાં સમાવેશ થયો છે. અહીંયા આવેલી 4 અરજીનો સ્થળ ઉપર નિકાલ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...