તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહકારી માળખાના રાજકારણમાં ખળભળાટ:સંખેડા બજાર સમિતિના ચેરમેનની ચૂંટણી જિલ્લા રજિસ્ટ્રારે મુલતવી રાખતાં ચકચાર

સંખેડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા રજિસ્ટ્રારે જ આચારસંહિતા દરમિયાન એજન્ડા કાઢ્યો હતો

સંખેડા APMCના ચેરમેનની મંગળવારે યોજાનારી ચૂંટણીને સોમવારે રાત્રે આ ચૂંટણી અનિવાર્ય સંજોગોને કારણે મુલતવી રાખવાનો હુકમ સેક્રેટરીને આપ્યો છે. ‘અનિવાર્ય સંજોગોને કારણે’ શબ્દ લખીને જિલ્લા રજીસ્ટ્રારે ચૂંટણી મુલતવી કરી છે. ચેરમેનની ચૂંટણી મુલતવી કરાતા સહકારી મોરચે ખળભળાટ મચ્યો છહતો. તા.29 જુલાઇએ આજ રજિસ્ટ્રારે ચેરમેનની ચૂંટણી માટેનો એજન્ડા કાઢ્યો હતો.

સંખેડા APMCના ચેરમેનની ચૂંટણી કરવા માટે જિલ્લા રજીસ્ટ્રારે તા.29 જુલાઇના રોજ સામાન્ય સભાનો એજન્ડા પ્રસિદ્ધ કર્યો હતો. આ એજન્ડા મુજબ તા.10 ઓગસ્ટના રોજ ચેરમેનની ચૂંટણી યોજાવાની હતી. પણ અચાનક જ જિલ્લા રજીસ્ટ્રારે તા.10મીના રોજ સંખેડા APMCના ચેરમેનની ચૂંટણી માટેની સામાન્ય સભા મળે એ પહેલા જ તા.9મી રોજ આ ચૂંટણી મુલતવી રાખવા માટે એજન્ડા કાઢ્યો હતો. આ એજન્ડાની બજવણી જિલ્લા રજીસ્ટ્રાર કચેરી દ્વારા તા.9મી ના રાત્રે 8:30 કલાકે સેક્રેટરીને બોડેલી APMCમાં કરાઇ હતી.

સંખેડા APMCના ચેરમેનની ચૂંટણી અચાનક જ આ નવા એજન્ડા મુજબ ‘અનિવાર્ય કારણે મુલતવી’ રાખવામાં આવતા સહકારી માળખાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.સંખેડા APMCના તત્કાલીન ચેરમેન ગોપાલ પટેલના અવસાન બાદ એક ડિરેક્ટરની જગ્યા ખાલી પડી હતી. આ એક ડિરેક્ટરની ખાલી જગ્યા માટેની ચૂંટણી પણ યોજાવાની હતી. આ એક જગ્યાએ ચૂંટણી લડવા માટે કેટલાક રાજકીય આગેવાનો થનગનતા હતા.

સંખેડા APMCના ઇન્ચાર્જ ચેરમેન હેમરાજસિંહ મહારાઉલના જણાવ્યાનુસાર,‘‘સંખેડા એપીએમસીના એક ડિરેક્ટરની ખાલી જગ્યા માટેની ચૂંટણી માટેનું જાહેરનામું તા.20 જુલાઇના રોજ પ્રસિદ્ધ થયું હતું. તા.20 જુલાઇના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ તા.27 જુલાઇના રોજ નિયામક, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર છોટાઉદેપુરને સંખેડા APMCની દ્વિતીય ટર્મના ચેરમેનની ચૂંટણીની કાર્યવાહી કરવાની લેખિત સૂચના આપી હતી. એ સૂચના બાદ જિલ્લા રજીસ્ટ્રારે તા.29 જુલાઇના રોજ APMCના ચેરમેનની ચૂંટણી માટેનો એજન્ડા કાઢ્યો હતો. એજ રજીસ્ટ્રારે હવે તા.9 ઓગસ્ટે ચેરમેનની ચૂંટણી અનિવાર્ય કારણોસર મુલતવી રાખવાનો એજંડા કાઢયો છે.’’

પેટા ચૂંટણીનું જાહેરનામું હોવાનો લૂલો બચાવ કરતા જિલ્લા રજિસ્ટ્રાર
10 ઓગસ્ટે યોજાનારી સંખેડા એપીએમસીના ચેરમેનની ચૂંટણી અનિવાર્ય કારણોસર મુલતવી કરનારા જિલ્લા રજિસ્ટ્રાર ડી.ટી.ચૌધરીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, ‘APMCના એક ડિરેક્ટરની પેટાચૂંટણી છે એટલે આચારસંહિતાને લીધે ચેરમેનની ચૂંટણી મુલતવી રખાઇ છે.’ જોકે ચૂંટણીનું જાહેરમાનું હોવા છતાં પણ જિલ્લા રજિસ્ટ્રારે ચેરમેનની ચૂંટણી માટેનો એજન્ડા કેમ કાઢ્યો? તેમને નિયામક દ્વારા લેખિતમાં ચૂંટણીનો એજન્ડા કાઢવાની સૂચના મળી તો કેમ ત્યારે જ આ ચેરમેનની ચૂંટણી આચાર સંહિતા હોવાના કારણે નહી યોજી શકાય એમ નિયામકને લખ્યું નહી?

બોડેલી APMCમાં વર્ષ 2000માં ચૂંટણીનું જાહેરનામું હોવા છતાં પણ ચેરમેનની ચૂંટણી થઇ હતી
બોડેલી APMCમાંથી સંખેડા APMC છૂટી પડીને અલગ APMC બની છે. વર્ષ 2000માં તત્કાલીન એક ડિરેક્ટરનું અવસાન થતા તે એક ડિરેક્ટરની ચૂંટણી માટેનું જાહેરનામું તા.27 જૂન 2000ના રોજ પ્રસિદ્ધ થયું હતું. જે મુજબ તા.18 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની હતી. પણ આ એક ડિરેક્ટરની પેટાચૂંટણી યોજાય એ પહેલા જ 11 ઓગસ્ટ 2000ના રોજ ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...