હાલાકી:સંખેડામાં વેરાઈમાતા મંદિર પાસે ગંદકીનું સામ્રાજ્ય, ગંદકીની સફાઈ ન થતાં વાહનચાલકોને દુર્ગંધ સહન કરવાનો વારો

સંખેડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંખેડા ગામમાં ખરાદી વાગ્યાથી વેરાઈમાતા થઈ નવીનગરી લીઝ તરફ જવાના રસ્તા ઉપર પુષ્કળ ગંદકી છવાયેલી છે. પંચાયત દ્વારા આ સ્થળે ગંદકી સાફ ન કરાવાતા અત્રેથી પસાર થતા વાહનચાલકોને દુર્ગંધ સહન કરવાનો વારો.

સંખેડા ગામમાં ખરાદી વાગ્યામાં થઈ વેરાઈમાતા પાસેથી નવીનગરી લીઝ તરફ જવાનો ટૂંકો માર્ગ છે. આ માર્ગ ઉપર રસ્તાની એક બાજુએ ખૂબ જ ગંદકી છવાયેલી જોવા મળે છે. આટલો બધો કચરો અહીંયાં ક્યાંથી આવતો હશે એ પણ તપાસનો વિષય બનેલો છે. વેરાઈમાતા મંદિરની નજીકથી જ ગંદકી ચાલુ થઈ જાય છે. જે અંજીરિયા કૂવા તરફ જવાના રસ્તા સુધી જોવા મળે છે. રસ્તાની લગોલગ જ નહીં પણ રસ્તાની ઉપર જાણે ગંદકી આવી ગયેલી હોય એવા દૃશ્ય જોવા મળે છે. અહીંયાંથી પસાર થતા વાહનચાલકોને પણ દુર્ગંધ સહન કરવી પડે છે. સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા આ ગંદકી દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવે એ ઇચ્છનિય બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...