લોકો ખુશ:ડીઝલમાં રૂ.16.98, પેટ્રોલમાં રૂ.11.52ના ઘટાડાથી પેટ્રોલપંપ પર લોકો ઉમટ્યાં

તેજગઢ, સંખેડા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ પટ્ટીના લોકોએ સરકારની આ દિવાળી ભેટને આવકારી
  • સવારથી​​​​​​​ પેટ્રોલ પંપ પર ભાવ ઘટાડો કરી દેવાતાં લોકો ખુશ

છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર દેશમાં મોંઘવારીનો માર સહન કરતી પ્રજાને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરી સરકારે દિવાળી ગિફ્ટ આપી છે. છોટાઉદેપુર જિલ્લાનીપૂર્વ પટ્ટીમાં 11.52 પેટ્રોલ અને ડીઝલમાં 16.98 ઘટાડો કરાતાં સમગ્ર જિલ્લાવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી સતત ભાવ વધારાથી સૌથી વધુ ખેડૂતોમાં ચિંતા જોવા મળતી હતી છોટાઉદેપુર જિલ્લાની પૂર્વ પટ્ટીના પેટ્રોલ ડીઝલમાં ઘટાડો થતાં લોકો પેટ્રોલ પંપો પર લાંબી કતારોમાં જોવા મળ્યા હતા. દેશમાં પેટ્રોલ ડીઝલના સતત ભાવ વધારાના કારણે સૌથી વધુ આવશ્યક ચીજવસ્તુઓ પર મોંઘવારીનો માર જોવા મળતો હતો.

જેમાં ગામડાંની પ્રજા પર એની અસર જોવા મળી હતી. ખેડૂતો પણ નવો રવિ સીઝનનો પાક લેવા માટે ડીઝલના ભાવ વધારાના કારણે ચિંતામાં જોવા મળતા હતા તેમજ છોટાઉદેપુર તાલુકામા ડોલોમાઇટ ઉદ્યોગ પર ડીઝલના ભાવ વધારાના કારણે સૌથી વધુ અસર ટ્રાન્સપોર્ટેશન પર જોવા મળતી હતી. છોટાઉદેપુર જિલ્લામાં ડીઝલ પેટ્રોલના ભાવમાં ઘટાડાથી ટ્રાન્સપોર્ટેશનમાં પણ વેગ જોવા મળશે. સરકારે પેટ્રોલ-ડીઝલમાં ભાવ ઘટાડા રૂપે લોકોને દિવાળીની ભેટ મળતાં ખુશીની લહેર જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...