તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:નકામલીમાં ઘરમાંથી ડેટોનેટર અને જીલેટિનના ટોટા ઝડપાયા

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ રૂ. 46,575ના મુદ્દામાલ સાથે એક શખ્સની અટકાયત
  • ડોલોમાઇટ પથ્થરમાં બ્લાસ્ટ કરવા વપરાતો સ્ફોટક પદાર્થ

છોટાઉદેપુર જિલ્લાના નકામલી ગામે એક ઘરે SOG પોલીસે રેડ કરીને ડોલોમાઇટ પથ્થરમાં બ્લાસ્ટ કરવા માટે વપરાતો સ્ફોટક પદાર્થ ઝડપી કાઢ્યો હતો. જેમાં ઇલેક્ટ્રીક ડેટોનેટર 50 નંગ કિંમત 750 રૂપિયા અને જીલેટીનના ટોટા નંગ 55 કુલ કિંમત 1575 રૂપિયા અને મોટરસાઇકલ સાથે કુલ 46,575 રૂપિયાના મુદ્દામાલ સાથે એક શખ્સની અટકાયત કરી હતી.છોટાઉદેપુર જિલ્લાના નકામલી ગામે ડુંગર ફળિયામાં રહેતા જીરીયાભાઇ મંગલાભાઇ રાઠવાએ પોતાના ઘરે ડોલોમાઇટ પથ્થરમાં બ્લાસ્ટ કરવા માટે વપરાતો સ્ફોટક પદાર્થ ગેરકાયદેસર રીતે રાખ્યો છે.

આ બાતમી મળતા SOG પોલીસ છોટાઉદેપુરે તેના ઘરે રેડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસે જીરીયાભાઇ મંગલાભાઇ રાઠવાના ઘરમાં તપાસ કરતા ઘરમાં અડારીના ભાગેથે એક સિલ્વર રંગની મોટરસાઇકલ મળી આવી હતી. તેના હેન્ડલ ઉપર બે કાપડની થેલી મળી આવી હતી.

તેમાં જોતા તેમાંથી એલ્યુમિનિયમ ઇલેક્ટ્રીક ડેટોનેટર તથા નાઇટ્રોમીક્ષના ટોટા મળી આવ્યા હતા. ડેટોનેટર કુલ નંગ 50 હતા તેની 15 રૂપિયા લેખે કુલ કિંમત 750 રૂપિયા અને જીલેટીન ટોટા 55 નંગ જેની કિંમત 15 રૂપિયા લેખે 825 રૂપિયા થતી હતી. કુલ કિંમત 1575 રૂપિયા અને મોટરસાઇકલની કિમત 45,000 રૂપિયા મળીને કુલ 46,575 રૂપિયાના મુદ્દામાલ સાથે જીરીયાભાઇ મંગલાભાઇ રાઠવાની અટકાયત SOG પોલીસ છોટાઉદેપુરે કરી છે.

અન્ય સમાચારો પણ છે...