તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંખેડા તાલુકાના બહાદરપુર અને ગોલાગામડી વચ્ચે વડવાળા તીવ્રવળાંકની જગ્યાએ રસ્તો સીધો કરવામાં આવે એવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. આ તીવ્ર વળાંકને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. સંખેડા તાલુકાના બહાદરપુર અને ગોલાગામડી વચ્ચે દિવસભર સતત વાહન વ્યવહાર ચાલુ રહે છે. આ માર્ગ ઉપર નવા બની રહેલા સસ્તા અનાજના ગોડાઉનની સામે વડના ઝાડ પાસે તીવ્ર વળાંક આવેલો છે. આ તીવ્ર વળાંક પાસે ગઈકાલે મોટરસાયકલ અને આઈસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળે જ એક યુવકનું મૃત્યુ થયું હતું. અહીંયા વડનું વિશાળ ઝાડ હતું. જેને કારણે અહીંયા સામેથી આવતા વાહનો જોઈ શકાતા નહોતા.
તાજેતરમાં જ જંગલ ખાતા દ્વારા આ વડની વાહન વ્યવહારમાં નડતરરૂપ હોય એવી ડાળીઓ દૂર કરવામાં આવી હતી.અહીંયા એકદમ તીવ્રવળાંક છે. જેને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે મોટાભાગના અકસ્માતો અંગે પોલીસ ફરિયાદ નોંધાતી હોતી નથી. જેથી એની વિગતો બહાર આવતી નથી. આ તીવ્રવળાંકની બાજુમાં ખુલ્લી જે જગ્યા છે. ત્યાં નવો માર્ગ બને તો રસ્તો સીધો રસ્તો થઈ જાય અને ગમખ્વાર અકસ્માતો થતા અટકે એમ હોવાનું સ્થાનિકો માની રહ્યા છે.
વળાંક પાસેનો રસ્તો સીધો બને તો અકસ્માતો ઘટે
તીવ્ર વળાંક પાસે ખુલ્લી જગ્યા છે કે આ તીવ્ર વળાંકને બદલે આ ખુલ્લી જગ્યા સુધીનો નવો રસ્તો રોડ ખાતા દ્વારા બનાવવામાં આવે તો રસ્તો સીધો થાય અને અકસ્માતોનું પ્રમાણ ઘટી શકે એમ છે. આના માટે અમારા ગામમાંથી અનેક વખત રજૂઆતો ભૂતકાળમાં કરેલી છે. - ભૌમિક દેસાઈ, સભ્ય, બહાદરપુર ગ્રામ પંચાયત
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.