તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદનપત્ર:માંજરોલ ગ્રા.પં.ના સરપંચની બેઠક બક્ષીપંચ કે અનુસૂચિત જાતિ માટે અનામત રાખવા માગ

સંખેડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

સંખેડા તાલુકાના માંજરોલ ગ્રામ પંચાયતની સરપંચની સીટ આઝાદી બાદથી અત્યાર સુધી એક પણ વખત બક્ષીપંચ કે અનુસૂચિત જાતિ માટે અનામત ન આવેલ હોય આ બાબતેનું આવેદન પત્ર કેટલાક સ્થાનિક આગેવાનો દ્વારા અપાયું. બક્ષીપંચ કે અનુસૂચિત જાતિની સરપંચની બેઠક ફાળવવા આવેદનપત્ર જિલ્લા કલેકટરને સંબોધીને મામલતદાર સંખેડાને આપવામાં આવ્યું હતું.

સંખેડા મામલતદાર કે. પી. પંડવાળાને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભારત દેશ આઝાદ થયો ત્યારથી આજ દિન સુધી માંજરોલ ગામમાં બક્ષીપંચ તથા અનુસુચિત જાતિની સરપંચની જગ્યા આવી નથી. અને 1981થી 2021 સુધી સરપંચની સીટ સામાન્ય રહેલ છે.

અનામત બેઠક માટે ચૂંટણીપંચ દ્વારા રોટેશનની સિસ્ટમ પણ દાખલ કરવામાં આવેલી છે. પણ તેમ છતાં માંજરોલ ગામમાં અત્યાર સુધી બક્ષીપંચ કે અનુસૂચિત જાતિ માટેની બેઠક અનામત આવી નથી.

2021ની મતદાર યાદી પ્રમાણે 1200થી વધુ માણસો બક્ષીપંચ અને અનુસૂચિત જાતિના આ પંચાયતમાં છે. તો બક્ષીપંચ કે અનુસુચિત જાતિ માટે આવનારા નજીકના વર્ષમાં સરપંચની ચૂંટણી થવાની છે. તો આ ચૂંટણીમાં સરપંચની બેઠક બક્ષીપંચ તથા અનુસુચિત જાતિના માટે રિઝર્વ રાખવામાં આવે તેવી વિનંતી આવેદનપત્રમાં કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...