તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:સંખેડા પંચેશ્વર પાસે ઉચ્છ નદી કિનારે થયેલા ધોવાણનું પુરાણ કરવા માગ

સંખેડા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
કિનારે ધોવાણ હોવાથી અંતિમક્રિયામાં આવતા ડાઘુઓને મુશ્કેલી. - Divya Bhaskar
કિનારે ધોવાણ હોવાથી અંતિમક્રિયામાં આવતા ડાઘુઓને મુશ્કેલી.
 • નદી કિનારે ધોવાણથી કિનારે અંતિમક્રિયામાં આવતા ડાઘુઓને પડતી મુશ્કેલી

સંખેડા પંચેશ્વર નજીક આવેલા સ્મશાનમાં નદીએ જવાના માર્ગે ચોમાસામાં ધોવાણ થવાથી મોટો ખાડો પડેલો છે. આ મોટા ખાડાને પંચાયત દ્વારા અત્યાર સુધી પૂરવામાં આવ્યો નથી. નદી કિનારે અંતિમક્રિયાએ જનારાઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે.

સંખેડા ગ્રામ પંચાયત દ્વારા પંચેશ્વર નજીક નદી કિનારે સ્મશાન બનાવેલું છે. આ સ્મશાને અનેક લોકો અંતિમક્રિયા અર્થે નનામી લાવે છે. અહિંયા પણ અંતિમ સંસ્કાર થાય છે. પણ હાલમાં નદી કિનારે પાણી ઓછું હોવાથી નદી કિનારે પણ અનેક લોકો અંત્યેષ્ઠી અર્થે આવતા હોય છે.

ગત વરસે ચોમાસા દરમિયાન ઉચ્છ નદીમાં પાણી આવવાના કારણે કિનારાના વિસ્તારમાં ધોવાણ થયુ હતું. આ ધોવાણ પાસેથી જ પગદંડી જેટલો રસ્તો નીચે નદીએ જવાનો છે. જેથી કોઇ વખત પડી જવાનો ભય રહે છે. લાંબા સમયથી અહિંયા ધોવાણની જગ્યાએ પુરાણ થયુ નથી. નદીના કિનારે પણ અંતિમ સંસ્કાર થયા હોય એવુ જોવા મળે છે. જેથી પંચાયત દ્વારા નદી કિનારા પાસે જ્યાં ધોવાણ થયેલુ છે ત્યાં સત્વરે પુરાણ કરાવવામાં આવે એવી લોકમાંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો