તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ટેમ્પો સાથે અકસ્માત થતાં બાઈક ચાલક યુવકનું મોત

સંખેડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બહાદરપુર-ગોલાગામડી વચ્ચે બનેલી ઘટના
  • ટ્રક ચાલક નાસી ગયો : એક મહિલા ઈજાગ્રસ્ત

સંખેડા તાલુકાના બહાદરપુર-ગોલાગામડી વચ્ચે મોટર સાઇકલ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોટરસાકલ ચાલક શખ્શનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે મોટરસાકલ ઉપર બેઠેલી એક મહિલાને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે પહેલા સંખેડા રેફરલ હોસ્પીટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાઇ હતી. ટ્રક ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી નાસી છુટ્યો.

બહાદરપુર-ગોલાગામડી વચ્ચે મોટરસાઇકલ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અંગે સંખેડા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર બહાદરપુરનો યુવક મૌસિન પડોશમાં રહેતી નસીમબાનુ બચુભાઇ બેલીમ (ઉ.વ.60)ને ગોલાગામડી ખાતે આવેલી દાળપુલાવની લારી ઉપર મુકવા માટે જતા હતા. તે વખતે બહાદરપુરની સીમમાં આવેલા વડવાળા વળાંક પાસે ટીપુભાઇની ટ્રક સાથે અકસ્માત થતા મૌસિનને માથામાં તથા મોઢામાં ગંભીર ઇજા થતા સ્થળે જ મોત નિપજ્યું હતું. સાથે બેઠેલી નસીમબાનુંને પણ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતા તેણીને સારવાર અર્થે સંખેડા રેફરલ હોસ્પીટલમાં લવાઇ હતી. અત્રેથી વધુ સારવાર અર્થે તેણીને વડોદરા રિફર કરાઇ હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું. અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ત્યાંથી નાસી છુટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો