આયોજન:સંખેડા તાલુકામાં યોજાનારા મેડિકલ કેમ્પ અંગે DDOએ માર્ગદર્શન આપ્યું

સંખેડા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સંખેડા તાલુકામાં તા.26 મેથી શરૂ થતા કોવિડ 19 અંતર્ગત યોજાનારા મેડિકલ કેમ્પ અંગે જરૂરી માર્ગદર્શન આપવા માટેની મીટિંગ સેવાસદનમાં યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારીએ માર્ગદર્શન આપ્યું હતું. સંખેડા ખાતે તાલુકામાં પ્રવર્તમાન કોરોના મહામારીને કાબૂમાં લેવા માટે શંકાજનક કોરોનાના કેસો ઓળખી સ્થળ પર જ તાત્કાલિક નિદાન કરી તરત સારવાર હેઠળ મુકવા જરૂરી હોવાથી સંખેડા તાલુકામાં તા. 26 મેથી તારીખ 2 જૂન 2021 સુધી માટે શંકાસ્પદ કોરોનાના કેસોને ઓળખી સ્થળ પર જ તાત્કાલિક નિદાન કરી તરત સારવાર હેઠળ મુકવા માટેના કેમ્પનું આયોજન કરાયું છે.

તે માટે સંખેડા તાલુકામાં 8 ટીમ નક્કી કરવામાં આવેલ છે. આ કામગીરી માટે તલાટીએ સરપંચ સહિત ટીમ સાથે રહી કેમ્પમાં વધુમાં વધુ લોકો ટેસ્ટ કરાવે તે માટે જરૂરી તમામ પગલા ભરી તે માટે બહોળી પ્રસિદ્ધી કરાવવાની રહેશે. આ અંગે વધુ જરૂરી માર્ગદર્શન જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલે આપ્યું હતું. આ મીટિંગમાં સી.ડી.એચ.ઓ.ડૉ. એમ.આર.ચૌધરી,ટી.એચ.ઓ.ડૉ. વૈશાલીબેન પરમાર,મામલતદાર તેમજ ટી.ડી.ઓ.અને તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...