તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:સંખેડા GIDC પાસે રસ્તાની બાજુમાં બનાવાયેલી નીકથી અકસ્માતનો ભય

સંખેડા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
સંખેડા જી.આઇ.ડી.સી.નજીક રસ્તાની બાજુમાં ગંદા પાણીના નિકાલ માટેની નીક બનતા અકસ્માતનો ભય. - Divya Bhaskar
સંખેડા જી.આઇ.ડી.સી.નજીક રસ્તાની બાજુમાં ગંદા પાણીના નિકાલ માટેની નીક બનતા અકસ્માતનો ભય.
 • રસ્તા પર ફેલાતા ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો
 • રસ્તાની બાજુમાં ગંદા પાણીના નિકાલને કારણે દુર્ગંધ ફેલાય છે

સંખેડા ગામની ભાગોળે જી.આઇ.ડી.સી. નજીક ગટરના ગંદા પાણીના નિકાલ માટે પહોળી, લાંબી અને ઉંડી નીક રસ્તાની બિલકુલ જ નજીક બનાવી દેવાઇ છે. રસ્તાની લગોલગ જ નીક બનતા અકસ્માતનો ભય. ગટરના ગંદા પાણીના કારણે આસપાસ મચ્છરોનો ઉપદ્રવ, ગંદકીનો માહોલ છવાયો છે.

સંખેડા ગામની ભાગોળે સ્ટેશન રોડ ઉપર જી.આઇ.ડી.સી. નજીક જેસીબી મશીનથી એક લાબી, પહોળી અને ઉંડી નીક બનાવી દેવાઇ છે. પંચાયતે આ નીક બનાવી કે કોઇ ખાનગી ઘરમાલિકે એ તપાસનો વિષય બનેલો છે. રસ્તાની લગોલગ જ આ નીક બનેલી છે. જેના કારણે ગમખ્વાર અકસ્માત થવાની પણ શક્યતા છે. અહિયા ગંદુ પાણી નજીક રસ્તા ઉપરથી આવે છે. જેના કારણે અન્ય દુકાનદારોને પણ ગંદકીના કારણે દુર્ગંધનો સામનો કરવો પડે છે. આ બાબતે સ્થાનિક ગ્રામ પંચાયતને પણ જાણ કરવામાં આવી હોવા છતા રસ્તા પાસે ગટરના ગંદા પાણીના નિકાલ માટે કોઇ વ્યવસ્થા કરાઇ નથી. કે નથી જ્યાંથી પાણી આવે છે એમની વિરુદ્ધ પણ કોઇ કાર્યવાહી કરાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો